________________
શકાય. જાહેર અને મૌખિક રીતના શાસ્ત્રાર્થને જ શાસ્ત્રાર્થ કહેવાય. મહાન કવિ અને વિદ્વાન શ્રી હર્ષના ‘ખંડનખંડખાદ્ય’ ગ્રંથમાં પણ કહ્યું છે કે “થાયાનેવ નિગ્રહઃ’- વાદી-પ્રતિવાદીની મૌખિક ચર્ચામાં જ નિગ્રહ થાય.’ ત્યાં પણ ‘લખાણમાં નિગ્રહ' નથી કહ્યો.
“અને આ તમે ઘડેલો અને માન્ય કરેલો મુસદો અમને મંજૂર નથી એનો અર્થ એ નથી કે, અમે શાસ્ત્રાર્થ કરવા નથી ઇચ્છતા ! શાસ્ત્રાર્થ જો જાહેર અને મૌખિક રીતે કરાતો હોય તો તેમાં અમારી સંમતિ જ છે.
“અને જાહેર, મૌખિક શાસ્ત્રાર્થમાં જે સાચું ઠરશે, તેનો સ્વીકાર કરવા અમો તૈયાર જ છીએ. એમાં અમારો કોઈ આગ્રહ સમજવો નહિ.
“પણ, લેખિતમાં – જે રીતે તમે નક્કી કર્યું છે - અમારી સંમતિ ન સમજવી. કેમ કે, એમાં મધ્યસ્થને કોઈ પક્ષ તરફથી પાંચસો મળે, કોઈ હજાર આપે, ને કોઈ વળી બે હજાર પણ આપે.’ શેઠ કહે : “આમાં એવું નહિ બને.”
એમણે કહ્યું : “નહિ બને તો ઘણું સારું. પણ અમારી તો જાહેર અને મૌખિક શાસ્ત્રાર્થમાં જ સંમતિ છે. આમાં નહિ.’’
છેવટે શેઠે કહ્યું : “હવે આપને બીજું કંઈ કહેવાનું ન હોય તો અમે જઈએ છીએ.’’
આમાં સહેજ ચીડનો અને અણગમાનો ભાવ હતો, એ તેઓ તરત વતી ગયા. એમણે તરત જ કહ્યું : “તમે કુરાન ને તલવાર લઈને આવ્યા છો, એમ ન સમજવું. (અર્થાત્) અમારા મુસદ્દામાં સં કે આપો, નહિ તો આ બધા અપયશનો ટોપલો આપના માથે છે, એવું સમજશો નહિ.”
પછી શેઠ ઊભા થયા. વંદન કરીને રજા માગી, ત્યારે એમણે પોતાના પેલા મુસદ્દાની નકલ શેઠ આપી, અને કહ્યું : “લો, આ અમારો જવાબ છે.”
એ લઈને જતાં જતાં શેઠ કહે “મને ઠીક લાગશે તો હું આ મુસદ્દો આપીશ.’’
એટલે તરત જ શ્રી વિજયનંદનસૂરિજીએ જવાબ વાળ્યો : “તમે જે કાર્યને અંગે અમારી સંમતિ, સૂચન અને સલાહ લેવા આવ્યા છો, તેની જરૂર હોય તો આપજો, નહિ તો તમારી મરજી.’
શેઠ ગયા. શ્રી વિજયનંદનસૂરિજી તો ભવિષ્યની નક્કર કલ્પના કરીને જ બેઠા હતા કે (૧) આપણો મુસદો મંજૂર નથી જ થવાનો. અને, એથી આપણને તો લાભ જ છે. આપણી તટસ્થતા નિબંધ ૨હે છે. (૨) શાસ્ત્રાર્થ માટે ઉત્સુક બંને પક્ષે ઘડેલા મુસદ્દા પ્રમાણે લવાદ નીમાશે, શાસ્ત્રાર્થ લેખિત થશે, અને એમાં પોતાનાથી શક્ય તમામ પ્રયાસે સામા પક્ષવાળા આ પક્ષની સ૨ળતાનો લાભ ઉઠાવશે. પરિણામે, આ પક્ષને નુકસાની જ ભોગવવાની રહેશે; અપયશના જ ભાગીદાર બનવું પડશે.
જૂના મુસદા અનુસાર લવાદની નિમણૂક કરીને શાસ્ત્રાર્થ કરવાનું સહી કરનાર બંને આચાર્યોએ અને શેઠ કસ્તૂરભાઈએ નક્કી કર્યું, અને તેનાં સ્થળ–સમય પણ નક્કી કરી લીધાં.
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainer Ay.org