________________
એનાં નામો પડ્યાં.
સં. ૧૯૯૩માં પણ એ જ પ્રમાણે ભેદ રહ્યો. બંને પક્ષે પોતપોતાની માન્યતા સાચી ઠરાવવાના તમામ પ્રયાસો શરૂ થયા. એમાં વર્તમાનપત્રો ને પત્રિકાઓ દ્વારા એકબીજાને ખોટાં ઠેરવતાં લખાણો તથા સાચી-ખોટી ને સારી-નરસી રજૂઆતો થવાં લાગ્યાં ને ગાળાગાળીઓનું પ્રમાણ પણ ખૂબ વધવા લાગ્યું. ચોમેર નિંદા, ક્લેશ ને ઈર્ષ્યાના થર જામતા ગયા. એને નિયમનમાં રાખનાર કોઈ ન હોઈ, એ પુરજોશથી ફાલવા લાગ્યા. આના પરિણામે સંઘ હિતચિંતક, સરળ અને તટસ્થ પુરુષોના હૈયામાં ભારે વિષાદ વ્યાપી ગયો. આ મતભેદ દૂર કરીને ઐક્ય કરાવવાના એમના પ્રયાસોનું પરિણામ નિષ્ફળતામાં આવતાં, એમનાં મન ખેદ અનુભવી રહ્યાં.
આ દિવસોમાં સૂરિસમ્રાટની પરિસ્થિતિ આવી હતી ?
એમનો સિદ્ધાંત એ હતો કે, “છાપાં અને લેખો લખવા-લખાવવાથી છેટા રહેવું, સાધુઓએ એમાં કદી રસ ન લેવો.” એટલે ચાલતી ગાળાગાળીથી તેઓ પૂરા અલિપ્ત હતા.
કોઈની જોડે લડવું નહિ, પણ સામેથી કોઈ લડવા ઇચ્છે અને આવે તો, પોતાના સાચા સિદ્ધાન્તની સબળતા પુરવાર કરવા, એની જોડે ચર્ચા કરીને એને સાચા માર્ગે લાવવો.” આ એમની વ્યવહારુ નીતિ હતી.
તિથિ ચર્ચામાં લગભગ તેઓ મૌન રહેતા. આનો અર્થ એ નહિ કે તેઓ આ પ્રશ્નનું સમાધાન નહોતા ઇચ્છતા; તેઓ આના સમાધાન માટે ખૂબ આતુર હતા, ને જ્યારે જ્યારે જરૂર જણાય, ત્યારે ત્યારે એ માટે તટસ્થપણે પ્રયાસ પણ કરતા અને એટલે જ, જ્યારે સંઘના અને બંને પક્ષના આગેવાનોને આના સમાધાન અંગે કાંઈ વાટાઘાટો કરવી હોય, કે માર્ગદર્શન જોઈતું હોય ત્યારે, સૂરિસમ્રાટ વગર એમનો કોઈ જ માર્ગ ન રહેતો. એ લોકો વારંવાર એમની પાસે આવતા. અને ત્યારે સુરિસમ્રાટ પણ પૂરી નિખાલસતાથી, કોઈનીય શેહમાં તણાયા વિના, પોતાને જે સારું લાગતું તે કહેતા, ને માર્ગદર્શન આપતા.
તિથિ ચર્ચામાં સૂરિસમ્રાટ જેટલી જ હૈયાઉકલત શ્રી વિજયનન્દનસૂરિજીની પણ હતી. કેટલીકવાર તો સૂરિસમ્રાટને જે રસ્તો સૂઝે , એ જ આમના મનમાં પણ અનાયાસે ઊગતો. સૂરિસમ્રાટ જેવું માર્ગદર્શન આપવા ધારે, એવું જ આ પણ આપતા. અને એ કારણે, તિથિ અંગેની સઘળી વાતોમાં ને વિચારણાઓમાં તેઓ પૂરો રસ લેતા, ને એ રીતે સૂરિસમ્રાટની જવાબદારીમાં સહભાગી બનતા.
પણ સૂરિસમ્રાટ અને શ્રી વિજયનન્દનસૂરિજી, બંનેની પરિણામગામી દીર્ધદષ્ટિમાં ચોક્કસ વસી ગયું હતું કે “જે ઇરાદાઓથી અને હેતુથી નવા તિથિમતનું પ્રવર્તન થયું છે, તે જોતાં આ વાતનું સમાધાન કોઈ ઉપાયે થાય તેમ છે નહિ. બંને પક્ષે સરળતા હોય, સાચી વાત સમજવાની ને સ્વીકારવાની વૃત્તિ હોય તો જ સમાધાન શક્ય બને. એટલે એ માટે થતા પ્રયાસો એમની નજરમાં લગભગ નિરર્થક જ હતા. છતાં, સમાધાનના પ્રયાસમાં પોતાનો જે સહકાર અપેક્ષિત હોય, તે આપવામાં એમણે કદી કચાશ ન કરી.
એક પ્રયાસ સં. ૧૯૯૩માં થયો. આમાં મુખ્ય ભાગ સામાપક્ષના આગેવાનોએ લીધેલો.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelistary.org