________________
આ માટે પૂરા બાવીસ દિવસનો ઓચ્છવ મંડાયો હતો અને એનાં દર્શન કરવા પચીસેક હજારની મેદની ઉમટી હતી અને, ‘સાંકડા ભાઈ પર્વના દહાડા' એ ઉક્તિ પ્રમાણે, જોતજોતામાં અંજનશલાકા આડો એક જ દિવસ બાકી રહ્યો.
એ દહાડે, રાતના વખતે એકાએક જોરદાર વાવાઝોડું ધસી આવ્યું. તંબૂ, રાવટી, શમિયાણા માંડવા વેરવિખેર થઈ ગયા. લોકોના સરસામાન પણ અસ્ત-વ્યસ્ત થયા. ભારે બિહામણું વાતાવરણ સર્જાયું. પણ, આમાં અચ્છેરું તો એ થયું કે, આટલો મોટો વંટોળિયો આવી પડવા છતાં, લોકોને જાણે એની ખબર જ ન હોય એમ એ પોતાની જગ્યાએ ઊંઘતા જ રહ્યા. તંબૂ-રાવટી ઊડી ગયાં, તોય સૂનારા તો બેફિકરપણે સૂતાં જ રહ્યા.
થોડીવારે વંટોળિયો શમ્યો એટલે સૂરિસમ્રાટે પડખે સૂતેલા ફૂલચંદભાઈને બૂમ પાડી : “અલ્યા ફૂલચંદ ! જાગે છે કે ?'
એ ઊઠીને આવ્યા. કહે : “ફરમાવો સાહેબ ! જાગું છું”.
+
બધે તપાસ કરી આવ, બધું બરાબર છે ને ?’’
એ ગયા. પ્રતિમાવાળા મંડપ સિવાય બીજા મંડપોમાં અને તંબુ-રાવટીઓમાં બધે જોઈ આવ્યા. આવીને એમણે ‘સબ સલામત'ની વધામણી આપી, ભેગું કહ્યું : “પ્રતિમાવાળા મંડપમાં જઈ શક્યો નથી, સાહેબ !''
સૂરિસમ્રાટ કહે : “જા, નન્દનસૂરિને ઉઠાડ’
ઉઠાડ્યા. એમને કહે : “તું ને ફૂલચંદ પ્રતિમાવાળા મંડપમાં જઈ આવો.”
તરત ગયા. બધે જોયું. એક હજારમાંથી એકેય પ્રતિમાને ઊની આંચ સરખી નહોતી આવી. બધાંને નિરાંત થઈ.
આ પછી તેઓ (ચરિત્ર નાયક) તથા પૂ. આચાર્ય શ્રીવિજયોદયસૂરિ મહારાજ બંને પ્રતિમા મંડપમાં ગયા. ત્યાં દરવાજા બંધ કરીને બંનેએ એકાગ્ર મને જાપ આદર્યો. રાત આખી ભગવાન સાથે એકાકાર ભાવે ગાળી- જાણે ત્યાં ધ્યાતા અને ધ્યેય સિવાય કોઈનું અસ્તિત્વ જ ન રહ્યું.
એ વખતની એકાગ્રતાને ચરિત્રનાયક ઘણીવાર - ખાસ કરીને અંજનશલાકાનો પ્રસંગ હોય ત્યારે – અચૂક યાદ કરતા, ને કહેતાઃ “એ વખતે જેવી એકાગ્રતા આવી, એવી હવે ક્યાં આવે છે ? હવે તો ઉંમર થઈ છે ને શરીર થાક્યું છે.”
અને કહેવું જોઈએ કે, સૂરિસમ્રાટ ને એમના આ બે શિષ્યોની સાત્ત્વિકતાના પ્રતાપે, અંજનશલાકા નિરુપદ્રવપણે પૂરી થઈ.
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org