________________
છેતરાવું પણ નહિ- આ એમની કુનેહનો મુખ્ય ધ્વનિ હતો.
આ ખરડાઓ એમણે અઢી દિવસમાં જ તૈયાર કરીને સંમેલનમાં રજૂ કર્યા. પણ એ દરમિયાન પોતે જે વિચારણાઓ- શાસ્ત્ર અને તત્કાલીન વૈચારિક વાતાવરણોને અનુસરીને - કરી, તેમાં એમણે કોઈની સલાહ-સૂચના ન લીધી; ખુદ સૂરિસમ્રાટની પણ નહિ. પોતે જે કાર્યવાહી કરી, તેની વાત પણ ન કરી. અહીં એ વાતની પણ નોંધ લેવી જોઈએ કે સૂરિસમ્રાટે પણ એમને એ વિષયમાં કશું જ પૂછ્યું નહિ.
સંપાદન કરેલા વિશ્વાસનું આ જવલંત ઉદાહરણ નથી?
આ ખરડાઓ પર સંમેલને વિચારણાઓ કરી, ને છેવટે કેટલાક ફેરફારોને બાદ કરતાં, એ ખરડાઓ જ ઠરાવરૂપે પટ્ટકમાં મૂકાયા.
એમની શક્તિ અને બુદ્ધિ પર સૂરિસમ્રાટને જ નહિ, અન્ય સમુદાયના વરિષ્ઠ આચાર્યોને પણ વિશ્વાસ હતો. સંમેલને જયારે ખરડાઓને આખરી ઓપ આપ્યો, તે વખતે આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજીને એક વિચાર આવ્યો; એમને થયું, કોને વાત કરવાથી એનું અસરકારક પરિણામ લાવી શકાય ? એ વિચારતાં એમની નજર આચાર્ય શ્રી વિજયનન્દનસૂરિજી પર પડી.
એમણે તત્કાળ એમને કહ્યું: “નન્દનસૂરિજી ! આ દીક્ષાની વયમર્યાદા સોળ વર્ષ છે તેને બદલે અઢારની રખાય તો સારું.”
એમણે તરત જ એ વાત સૂરિસમ્રાટને કહી, પરિણામે સૂરિસમ્રાટે આચાર્ય શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજીની સાથે વિચારણા કરીને, અઢાર વર્ષવાળો સુધારો ખરડામાં દાખલ કરાવી દીધો.
(૧૮)
કુટુંબકથા
કોઈ ન માને એવી, છતાં બિલકુલ સાચી વાત એ છે કે, એમણે દીક્ષા લીધા પછી કદી પોતાનાં સંસારી પિતાજી, માતુશ્રી વગેરે કુટુંબીઓ પર એક પણ પત્ર લખ્યો નથી. આ કંઈ દેખાવ કે ડોળ નહોતો, પણ જેનો ત્યાગ કર્યો એના તરફની અનાસક્ત નિર્લેપતા જ હતી. એમની આ અનાસક્તિને યાદ કરીને આજે એમના કુટુંબીજનો ગૌરવભેર કહે છે કે, “અમારા મહારાજ આવા નિર્લેપ હતા.” સાધુતાની સાધનાની આ આદર્શ સિદ્ધિ કહી શકાય.
આ નિર્લેપતાની બીજી સિદ્ધિ હતી : નરોત્તમ દીક્ષા ન લે, એ માટેની કોશિશ કરવામાં મુખ્ય ભાગ ભજવનાર, એમના સંસારી વડીલભાઈ સુખલાલની દીક્ષા. સુખલાલ પરિણીત હતા. એમને
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org