________________
એકવાર એવું બન્યું કે વ્યવહારસૂત્ર–ભાષ્ય સૌ પહેલું છપાઈને બહાર આવ્યું. એની એકથી વધુ નકલ સૂરિસમ્રાટ પાસે આવી. સૂરિસમ્રાટ એ વખતે મારવાડમાં હતા. એમણે એક પ્રતિ નંદનવિજયજીને આપીને કહ્યું: “નન્દન ! આપણે બેય વ્યવહારસૂત્ર–ભાષ્ય જાતે વાંચીએ; જોઈએ, કોણ પહેલું પૂરું કરે છે.”
સૂરિસમ્રાટને જેટલો રસ ને શોખ, એટલો જ એમને પણ. એમણે આ વાતને હોંશે વધાવી, ને બંનેએ પોતપોતાની જાતે વાંચન શરૂ કર્યું.
સૂરિસમ્રાટ વીસ દહાડામાં વાંચી રહ્યા. નંદનવિજયજીએ ત્રેવશ દહાડે પૂરું કર્યું. આવું ઘણીવાર બનતું. આમને આમ એમણે પૂરું આગમસાહિત્ય વાંચી લીધું હતું.
એમનું વાંચન, માત્ર વાંચન જ ન રહેતું; એમાંનો મહત્ત્વનો સારભાગ એમના માનસપટ પર આપમેળે અંકિત થઈ જતો. એ બધા સારભાગ એમને જીવનના અંત સુધી યાદ હતા.
આજના યુગમાં જ્યારે લોકો કાંઈ વાંચે છે ત્યારે, એમને જરૂરી ને ઉપયોગી લાગતી વાતોની નોંધ તેઓ નોંધપોથીમાં કરી લે છે–રખે એ ભૂલી જવાય ! પણ એમણે ક્યારેય એવું નહોતું કર્યું. એમનું મગજ જ એમની ટાંચણપોથી હતું. એમાં જ બધું નોંધાઈ જતું. આગમના પાઠો હોય, કે કર્મગ્રન્થના ગહન–સૂક્ષ્મ સિદ્ધાંતો હોય, ન્યાયના મૌલિક પદાર્થો હોય કે વ્યાકરણના વિશિષ્ટ ઉપયોગી અંશો હોય, કે પછી સાહિત્યના ને અલંકારના શ્લોકોના શ્લોકો હોય, એ બધા અનાયાસે એમની જીભ પર આવીને વસતા.
આ એમની એકાગ્રતાનો, એમની કેન્દ્રિત મનોદશાનો પ્રભાવ હતો. આવી એકાગ્રતાને કઈ શક્તિ ન વરે? ને આવી શક્તિ આગળ કઈ સિદ્ધિ ન નમે?
(૧૫) આચાર્યપદવી
મુનિજીવનમાં હોવી જોઈએ એવી લાયકાતોનાં શિખર એક પછી એક, મુનિ નન્દનવિજયજી સર કરવા માંડ્યા હતા, વ્યવહાર–નિપુણતામાં એમનો સ્વભાવ અનોખી ભાત પાડતો થયો હતો. વિનય, અભ્યાસ ને તપશ્ચર્યાએ એમને સાત્ત્વિક વૃત્તિ બક્ષી હતી.
પરિણામે, ગુરુકૃપા ઉત્તરોત્તર વધતી ગઈ. એમને દીક્ષા લીધે ફક્ત દસ જ વર્ષ થયેલાં, પણ એ દરમિયાન, એમની લાયકાતોનો ને એમની શક્તિઓનો વિકાસ એટલા વિપુલ પ્રમાણમાં થયેલો કે એમને પંન્યાસપદવી અને એથી વધીને આચાર્યપદ આપવાની સુરિસમ્રાટને પ્રેરણા થઈ.
સૂરિસમ્રાટ ચોક્કસપણે માનતા કે આ પદવીઓ મેળવનારે, એ મેળવ્યા પછી, જિનશાસનની ને સંઘની ભારે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની હોય છે. અને એટલે જ, એ પદવીઓ મેળવતાં
છે.
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org