________________
મહોત્સવના દર્શન માટે ઘણી મોટી સંખ્યામાં આવેલા હતા. શુદ દસમે ને શુદ અગ્યારસે નવકારશી કરવામાં આવી હતી. બાકીના દિવસોએ પણ સ્વામીવચ્છલ તો શરૂ જ રાખેલા. જેનો લાભ સારો લેવાતો હતો.”
“શુદિ દસમે આ.મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે પંન્યાસજી નંદનવિજયજી જેઓ શ્રીવિજયોદયસૂરિજીના શિષ્ય છે અને ઘણા વિદ્વાન થયેલા છે, તેમને આચાર્યપદવી ત્યાં જ ખાસ ઊભા કરાયેલા મંડપમાં આપી હતી. આ પ્રસંગે પણ પુષ્કળ શ્રાવક-શ્રાવિકાઓ આવેલા હતા. પ્રભાવનાઓ છ શ્રીફળની થઈ હતી. આચાર્યપદારોહણની ક્રિયા મહારાજશ્રીએ બહુ ફુટ રીતે કરાવી હતી, જે જોતાં ને સાંભળતાં બહુ આનંદ થયો હતો.” (- “જૈન ધર્મ પ્રકાશ”, સં. ૧૯૮૩, જેઠ)
ચૌદ વર્ષ જેટલા નાના દીક્ષા પર્યાયવાળા ને અઠ્યાવીસ વર્ષ જેટલી નાનકડી ઉંમરના સાધુને આચાર્ય પદવી મળે, એ છેલ્લા ત્રણસો વર્ષોમાં કદાચ પહેલો જ બનાવ હતો.
- આમ છતાં શ્રી વિજયનંદનસૂરિજીના જીવનમાં આડંબરનું કે અહંભાવનું તત્ત્વ ન પ્રવેશ્ય. એમનું જીવન તો સરળતાના નિર્મળ વહેણ જેવું જ રહ્યું. સાત્ત્વિકતા, સરળતા ને નિરાડંબરતામાં એ સુરિસમ્રાટની નાની આવૃત્તિ સમા હતા.
પણ, એમની નિરાડંબર, સરળ વૃત્તિનો અવળો અર્થ કરીને એનો ગેરલાભ કેટલાંક તત્ત્વોએ લીધો. દેખીતી રીતે જ આ તત્ત્વો તેજોષથી પ્રેરાયેલાં હતાં. એમણે વાત ચલાવી કે “આટલી ઓછી ઉંમરના ને આટલા ઓછા દીક્ષાપર્યાયવાળા મુનિને- જેને વ્યાખ્યાન વાંચતાય આવડતું હશે કે કેમ? એ શંકા છે, એને આચાર્યપદવી ન અપાય. આમાં તો સૂરિસમ્રાટે આંધળો શિષ્યમોહ જ દેખાડ્યો
છે વ.”
જો કે, આ બધું સુરિસમ્રાટ અને શ્રી નન્દનસૂરિજીના કાને માત્ર અથડાઈને પસાર થઈ જવા સિવાય કોઈ જ વિપરીત અસર જન્માવી શક્યું નહિ.
પણ પેલાં તત્ત્વોએ પોતાની ઉશ્કેરણીની પ્રવૃત્તિ આગળ વધારી; એક સુખી ગૃહસ્થને એમણે નન્દનસૂરિજીની વ્યાખ્યાન શક્તિની કસોટી કરવા પ્રેર્યા. એ ગૃહસ્થ, ઘણું કરીને મારવાડી હતા, સુખી હતા ને એવા આગ્રહી પણ હતા કે, “યોગ્યને જ યોગ્ય પદવી મળવી જોઈએ, અયોગ્યને નહિ'. એટલે એમણે સૂરિસમ્રાટ પાસે આવીને વિનંતી કરી કે: “નવા આચાર્ય મહારાજની વાણી સાંભળવી છે, માટે વિદ્યાશાળાએ મોકલવા કૃપા કરો.”
સૂરિસમ્રાટને શું વાંધો હોય? એ તો જાણે આવા અવસરની રાહ જ જોતા હતા. એમણે તરત આજ્ઞા કરી, ને શ્રી નન્દનસૂરિજી તૈયાર થઈને ગયા વિદ્યાશાળાએ. ઘણીવાર, માણસની અને તેની શક્તિની વધારે પ્રસિદ્ધિ તેના વિરોધી તત્ત્વો જ કરતા હોય છે. એના પરિણામે ઊલટું પેલી વ્યક્તિની
ખ્યાતિ વધતી જાય છે. અહીં પણ એમ જ બન્યું. પહેલાં કસોટી ને પછી હાંસી કરવાના ઇરાદાથી પેલાં તત્ત્વોએ આ વાતનો સારા પ્રમાણમાં પ્રચાર કર્યો હતો એટલે વિદ્યાશાળાએ મેદની માય નહિ એટલી ઊભરાઈ હતી.
નવા આચાર્યશ્રીએ તો પોતાની આગવી ને અનોખી શૈલીથી નિરાંતે વ્યાખ્યાન આપ્યું. એ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainety.org