Book Title: Vatsalyanidhi Sanghnayak Author(s): Shilchandrasuri Publisher: Bhadrankaroday Shikshan TrustPage 41
________________ મોટા શેઠિયાય આવે અને અમલદારોય આવે. પણ એમાંના કોઈની સાથે અમારે કોઈ સાધુએ લગારે વાત કરવાની નહિ. એ લોકો શાતા પૂછવા આવે, તો એનો પણ જવાબ નહિ આપવાનો. ઊલટું, ક્યારેક તો પૂછવા જનારનો જ મોટા મહારાજ ઉધડો લઈ લે : ‘તારે મારા સાધુને વાતોડિયો બનાવીને બગાડી મૂકવો છે ? શાતા પૂછવી હોય તો મને નથી પૂછાતી ? કામ હોય તો હું નથી બેઠો ?’ “રાત્રે બધા સહપાઠી સાધુઓ આવૃત્તિ કરવા સાથે બેસીએ અને ભણેલા પાઠ—પદાર્થનું પુનરાવર્તન કરીએ. એમાં અગિયાર—બાર વાગી જાય. પણ, એ વખતે અમે બધા વાતો તો નથી કરતા ને એની તપાસ મોટા મહારાજ કાયમ રાખતા. રાત્રે નારાયણને કહે : ‘જા, જોઈ આવ, કોઈ સાધુઓ ભણવાને બદલે ગપ્પાં તો નથી મારતા ને ?’ અને એ અમને કોઈનેય ખબરેય ન પડે એ રીતે જોઈ જાય. એમાં જો ક્યારેક કોઈક વાતો કરતો ઝડપાઈ જાય, તો એનું આવી બને.” અને છેલ્લે એ ઉમેરતા ઃ “મોટા મહારાજની આવી દેખભાળ ને કડક કાળજીનાં સુખદ પરિણામ આજે અમે માણીએ છીએ; આવી કાળજી આજે ક્યાંય નથી, એનાં માઠાં પરિણામો પણ અમે નજરે જોઈએ છીએ.’’ એમના ભણતરના વિષય હતા ઃ ન્યાયમાં તર્કસંગ્રહ, સિદ્ધાન્તમુક્તાવલી (એ ૫૨ દિનકરી– રામરુદ્રી), વ્યાપ્તિપંચક, સિંહવ્યાઘ્રલક્ષણ, સિદ્ધાન્તલક્ષણ, અવચ્છેદકત્વનિરુક્તિ, સવ્યભિચારપ્રકરણ, પ્રશસ્તપાદ ભાષ્ય, ન્યાયકુસુમાંજલિ, લક્ષણાવલી, આત્મતત્ત્વવિવેક. ઉપરાંત – પંચદશી, વેદાન્તપરિભાષા—શિખામણિ, અદ્વૈતસિદ્ધિ; સાંખ્યકારિકા, તત્ત્વકૌમુદી, અર્થસંગ્રહ, પાતંજલયોગસૂત્રવૃત્તિ, શ્રીહર્ષનું ખંડનખંડખાદ્ય; સારસ્વતવ્યાકરણ, સિદ્ધહૈમવ્યાકરણ, નાગેશ ભટ્ટની મંજૂષા; સાહિત્યદર્પણ, કુવલયાનંદ વગેરે, અને રઘુવંશ, કિરાતાર્જુનીયાદિ કાવ્યો; જૈન દર્શનના પણ જૈન તર્કભાષા, સ્યાદ્વાદમંજરી, પ્રમાણનયતત્ત્વાલોક; અષ્ટકપ્રકરણ, ન્યાયાલોક, સપ્તભંગી તરંગિણી, અષ્ટસહસ્રી, સન્મતિતર્ક, ષહ્દર્શનસમુચ્ચય, ન્યાયખંડખાદ્ય વગેરે માન્ય, મૂર્ધન્ય ગ્રંથો. એમના ભણેલા ગ્રન્થોમાંથી માત્ર થોડાકનાં જ આ નામો છે. આમાંના અમુક ગ્રંથો પંડિતજી પાસે ભણ્યા, બાકીના બધા જાતે વાંચ્યા. સિદ્ધાન્તમુક્તાવલી ને સારસ્વતચન્દ્રિકા તો આખી ને આખી કંઠસ્થ કરી હતી. આ બધા ગ્રંથોના પાઠ સાથે તે વિષયને લગતા અન્ય ગ્રંથોનું અવગાહન પણ તેઓ કરી લેતા; જેમ કે સાહિત્યદર્પણની સાથે સાથે રસગંગાધર, કાવ્યપ્રકાશ જેવા મહાગ્રંથો પણ એમણે અવગાહ્યા હતા. Jain Education International ૨૫ For Private & Personal Use Only www.jainst rary.orgPage Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196