________________
પોતાની હોંશ હોય અને વડીલોની હૂંફ હોય, પછી કયો માણસ વિકાસ ન સાધી શકે?
(૧૨) વિદ્યાની બે પાંખે
વિદ્યાને જો પંખી કલ્પીએ તો, બેશક, વિનયને ને વિવેકને એની બે પાંખો જ ગણવી જોઈએ.
અને, આવી બે પાંખાળી વિદ્યા જેને વરે, એના જ્ઞાનના સીમાડા કેટલા વિસ્તરે, એની તો કલ્પના જ કરવી રહી.
હરણવેગે વૃદ્ધિ પામતી નન્દનવિજયજીની વિદ્યાને આ બે પાંખોનો સબળ સહારો હતો.
એ ભણતા ભણતી વખતે ગુરુભગવંતનાં કઠોર વચનો સાંભળતા; શિક્ષાય સહેતા. પણ આ બધું જ વિનયથી. એ વિનય જોઈને ગુરુભગવંતને મન થતું આને ખૂબ ભણાવું, જલ્દી તૈયાર કરું.
એ મુનિજીવનના કઠોર આચારો પાળતા. તપ–ત્યાગમાં અપ્રમત્ત રહેતા. બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું જ વિવેકને મોખરે રાખી કરતા. પોતાનું લેશમાત્ર વર્તન અવિવેકી ન બની જાય એ માટે તેઓ સતત જાગૃતિ રાખતા.
આ ગુણોએ એમની વિકાસયાત્રાને વેગવાન બનાવી. સૂરિસમ્રાટ અને સંસ્કૃત વાડ્મયના અજોડ સમ્રાટ પંડિત શશિનાથ ઝા પાસે તેઓ વ્યાકરણ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, સાંખ્ય, વેદાન્ત, પાતંજલ વગેરે દર્શનોના મૂર્ધન્ય ગ્રંથોનો અભ્યાસ કરવા લાગ્યા. જૈન સાહિત્યનો અભ્યાસ પણ ચાલુ જ હતો.
એક તો મુનિજીવન જ કઠોર, એમાં મેવાડમારવાડના પ્રદેશ ને ત્યાંનો વિહાર પણ અતિ કઠોર. મેવાડનાં ગામોમાં એમને નડેલી તકલીફો, અને જેસલમેર તીર્થની સંઘ સાથે યાત્રા વખતે ત્યાંના ભેંકાર રણપ્રદેશમાં વેઠેલાં કષ્ટોનું બયાન તો કોઈને પણ આશ્ચર્યમાં નાખી દે એવું છે. એ તકલીફો અને કષ્ટો વચ્ચે પણ એમની અભ્યાસયાત્રા તો અવિરત ચાલુ જ હતી.
. એ કહેતા : “અમે વિહાર કરીને સામે ગામ પહોંચીએ, એટલે તરત જ મોટા મહારાજ બધા ભણનાર સાધુઓને ગામ બહાર જંગલમાં લઈ જાય. ત્યાં ઝાડ તળે બે-ચાર કલાક બેસે, ને બધાને તનતોડ ભણાવે. ખાવા-પીવાનું તો, સ્થિરતામાં કે વિહારમાં, સવારના કોઈને હોય જ નહિ. ખુદ મોટા મહારાજ પણ બપોરે બાર વાગ્યા લગભગ પચ્ચકખાણ પારતા. તે વખતે જ બધાએ આહારપાણી કરવાનાં. ત્યાં સુધી આ રીતે અભ્યાસ ચાલે. જો ગામમાં રહીએ તો લોકો આવ-જા કરે, ને સમય બગડે. માટે બધાને લઈને તેઓ શાંત–એકાંત જંગલમાં જઈ બેસતા. અને ગામમાં હોઈએ તોય મોટા મહારાજનો કડક નિયમ હતો : પોતે ઉપાશ્રયની વચ્ચોવચ બેસે. ચોતરફ ફરતાં સાધુઓનાં આસન હોય. બધા પોતાના ભણવામાં તલ્લીન હોય. મોટા મહારાજ પાસે જાતજાતના લોકો આવે.
૨૪
Ja education International
For Private & Personal Use Only
www.jainelibrary.org