________________
થાય. આ ઉપરાંત એક ભક્તિવંત બહેન હતાં. એમના ઘેર કાંઈ સારી વસ્તુ બનાવે, તે આ તરુણો માટે આપી જાય.
ભણવામાં ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકાના થોડાક પાઠો કર્યા, થોડુંક પર લઘુ હેમપ્રભા વ્યાકરણ કર્યું.
નરોત્તમ સ્વભાવે મૂળથી જ ક્રોધી. એમના બાપુજી શાન્ત હતા, પણ મોટાભાઈ સુખલાલ ખૂબ ક્રોધી, એમ નરોત્તમ પણ ક્રોધી. ખાસ કરીને સચ્ચાઈની વાત હોય તો તરત ગુસ્સો આવી જાય. એકવાર જેશીંગભાઈ સાથે કાંઈક પ્રસંગ બન્યો. એમણે એમાં નરોત્તમનો વાંકદેખાડ્યો, એટલે નરોત્તમ ચિડાયા. હાથમાં લોખંડનો ખાંડણીનો દસ્તો લઈને જેશીંગભાઈને મારવા દોડ્યા. એ જોઈને જેશીંગભાઈ નાઠા. સૂરિસમ્રાટ એ વખતે ગામ બહાર વાડીમાં હતા, ત્યાં પહોંચ્યા. એમને જોતાં જ સૂરિસમ્રાટે પૂછ્યું: “અલ્યા, શું છે? આમ બેબાકળો કેમ છે?” એમણે બધી વાત કરી.
નરોત્તમ વચ્ચેથી જ પાછા ફરી ગયેલા. મનમાં ફડક પેઠી કે હવે આવી બન્યું, ને થોડી વારમાં જ તેડું આવ્યું: “મહારાજજી બોલાવે છે.” ગયા. મહારાજજીએ ખૂબ ઠપકો આપ્યો, એ વખતે રડી પડ્યા.
થોડીવાર પછી પાછા શાંત- સ્વસ્થ થઈ ગયા, અને બધી વાત વીસરી ગયા. સાંજે મહારાજજી પાસે રોજની જેમ જઈને બેઠા. મહારાજજીને હતું કે હવે આ નહિ રહે, ઘરે જતો રહેશે. પણ નરોત્તમને એવો વિચારસુધ્ધાં ન આવ્યો એ જોઈને મહારાજજીએ કહેલું “છોકરો જાતવાન છે, સાચો છે, ખોટો
નથી.”
એકવાર એવું બન્યું કે, પોતે જે મકાનમાં રહેતા હતા, એ બંધ કરીને બધા મહારાજજી પાસે ગયેલા. એ વખતે મકાનમાં એક બિલાડુ પેઠું; પંડિતજીવાળા ઓરડામાં એક લોટો પડેલો, એમાં દૂધ હશે એમ માનીને એણે લોટામાં મોં નાંખ્યું. માં નાખતાં તો નાખી દીધું, પણ દૂધ તો ન મળ્યું, પણ માં લોટામાં સલવાઈ ગયું, કેમેય કરતાં નીકળે નહિ. એટલે બિલાડું તો આકળવિકળ થઈને ધમપછાડા કરવા માંડ્યું.
કેટલીકવારે છોકરાઓ ને પંડિતો આવ્યા. અંદર થતી ધમાધમ સાંભળીને બારી વાટે નજર કરી તો વિફરેલું બિલાડું ! કોઈનું બારણું ઉઘાડવાની હિંમત ન ચાલી. છયે ગભરાયા. છેવટે નારાયણભાઈને બોલાવ્યા. એમણે બારણું ઉઘાડીને ચપળતાથી બિલાડાને પકડ્યું. કંસારાની દુકાને લઈ જઈ, લોટો કપાવ્યો, ને એને છૂટું કર્યું.
આમ કરતાં દિવાળી આવી. એ અરસામાં નરોત્તમના બાપુજી બોટાદથી કોર્ટના કામે મુંબઈ ગયેલા, તે પાછા ફરતા કપડવંજ આવ્યા. એમણે નરોત્તમને કહ્યું: “ચાલો ઘરે.” એટલે તરત બે જોડ કપડાં ને એક ડબો હતો તે લઈને તૈયાર થયા, ને બાપુજી સાથે ઘરે ગયા. ઘરે પહોંચ્યા. પણ કોઈએ એક શબ્દ પણ ઠપકાનો ન કહ્યો, કાંઈ પૂછ્યું ય નહિ, આથી એમને ખૂબ શાન્તિ વળી.
ઘરે ગયા તો ખરા, પણ મનમાં તો એ જ રટણ હતું:
૧ ૨
dain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org