________________
ખબર મળતાં જ હેમચંદભાઈ, જમુનામા અને આખું કુટુંબ સાદડી આવ્યું.
બધાંને હતું કે કંઈક નવાજૂની થાય તો ના નહિ.
પણ, હેમચંદભાઈએ એક જ વાત કરી : “હું બોટાદમાં સિંહ કહેવાઉં છું. તમે દીક્ષા લીધી છે, તો સિંહના દીકરાને શોભે એ રીતે, સિંહની જેમ દીક્ષા પાળજો, એ મારી ઈચ્છા છે.’’
વૃદ્ધ પિતાના આશીર્વાદ નંદનવિજયજી નતમસ્તકે ને પુલકિત હૈયે ઝીલી રહ્યા.
મુનિ.
(૧૧)
જૈન મુનિની વિકાસ સૂચ
રાગ, દ્વેષ અને અજ્ઞાનને જીતે, દૂર કરે તે જિન.
દુઃખના દરિયામાં ડૂબતાંને બચાવે, તે ધર્મ.
જિનવરે ઉપદેશ્યો ધર્મ, તે જૈનધર્મ.
આ ધર્મના ત્રણ પાયા છે ઃ અહિંસા, સંયમ અને તપ. આ ત્રણેનું અણીશુદ્ધ પાલન કરે, તે જૈન
જીવસૃષ્ટિના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ તેઓ હણે નહિ, હણાવે નહિ, હણતાંને સારો પણ માને નહિ.
ગુસ્સામાં કે મશ્કરીમાં, બીકથી કે લોભથી તેઓ અસત્ય બોલે નહિ, બોલાવે નહિ, બોલતાંને અનુમતિ આપે નહિ.
શું તણખલું ને શું સોનું, એક પણ ચીજ, જરૂર પડે તોય તેના માલિકની મંજૂરી વગર લે નહિ, લેવરાવે નહિ, લેનારને અનુમોદન પણ આપે નહિ.
નિર્મળ—શુદ્ધ બ્રહ્મચર્યનું તેઓ પાલન કરે.
જડ કે ચેતન, કોઈ પદાર્થ પર તેઓ મમત્વ રાખે નહિ..સંયમ એટલે ત્યાગ અને ઈન્દ્રિયોનો નિગ્રહ. જૈન મુનિની આચારસંહિતાનો આ પાયો છે. જૈનધર્મ કહે છે : “ત્યાગમાં જે આનંદ છે, એ ભોગમાં નથી.” આ ત્યાગમાં ખુદના શરીરની પણ મમતા ટાળવાની હોય છે. એ માટે સદા પ્રયત્નશીલ રહે, તે જૈન મુનિ કહેવાય છે.
તપ એટલે નિરાહાર ભાવ. ગીતાજી ઉપદેશે છે : “જે આહારનો ત્યાગ કરે છે, તેની વિષયવાસના નિવૃત્ત થાય છે.’’ આ તપના અનેક પ્રકાર છે. જૈન મુનિ એ તપનું આચરણ પ્રસન્નભાવે કરે છે, અને એ દ્વારા પોતાના દેહને કસવા સાથે મનને પણ તાવે છે. મનના મેલને ધુએ છે.
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainerary.org