________________
ગણતરીના દિવસોમાં જ ગોધરા પહોંચ્યા.
ગોધરાના સંઘે પોતાને ત્યાં રહેવા, ને ચોમાસું કરવા ખૂબ આગ્રહ કર્યો. રોજિંદા વિહારથી શ્રમિત થયેલા મુનિઓએ ત્યાં બેચાર દહાડા રહેવા વિચાર્યું. ચોમાસા માટે કહ્યું કે તમે મોટા મહારાજની આજ્ઞા લાવો તો રહીએ.
પણ બીજે દિવસે વાડીભાઈ અમદાવાદથી આવ્યા, કહે : “અહીં કેમ રોકાયા ? આગળ વધો. ક્યાંય રોકાવાનું નથી.'
બપોરે જ વિહાર કરી દીધો. દાહોદ પહોંચ્યા.
આ બાજુ ગોધરાનો સંઘ અમદાવાદ ગયો. સૂરિસમ્રાટને ખૂબ ખૂબ આગ્રહ કર્યો. એમણે સ્પષ્ટ ના પાડી, તોય હઠ પકડીને બેઠા. આખરે સૂરિસમ્રાટે કહ્યું : “એ સાધુઓની રહેવાની ઈચ્છા હોય, તો ખુશીથી રહે. મારી આજ્ઞા છે.”
સંઘ રાજી રાજી થઈ ગયો. ત્યાંથી એ ગોધરા થઈને સીધો દાહોદ ગયો. પણ એ પહેલાં જ સૂરિસમ્રાટે વાડીભાઈને દાહોદ મોકલીને કહેવડાવી દીધું હતું : “ક્યાંય રહેવાનું નથી. આગળ જ વધો.’’
ગોધરાથી સંઘ આવ્યો. વાત કરી, વિનંતિ કરી, પણ પંન્યાસ પ્રતાપવિજયજીએ કહ્યું : “અમારા આ વૃદ્ધ મુનિ જીતવિજયજીને કેશરિયાજીની યાત્રાનો અભિગ્રહ છે. એમની ઉંમર થઈ છે, ને તીવ્ર ઈચ્છા છે કે યાત્રા કરવી જ. માટે હાલ અમે રોકાઈ શકીએ તેમ નથી.’’
આમ, ગોધરાના સંઘને વિદાય કરીને, એ લોકો આગળ વધ્યા. રસ્તો એવો લીધો કે ત્યાંથી રેલ્વે ને મોટ૨ રસ્તો બાવીસ ગાઉ લગભગ દૂર. રોજ વીસપચ્ચીસ માઈલ જેવો પંથ કાપે.
રસ્તો ખૂબ ખરાબ ને બીકાળવો. રસ્તાની બંને બાજુ ગીચ ઝાડી.માત્ર(પેશાબ) કરવા જતાંય બીક લાગે. જંગલી જનાવરોની શંકા રોજ રહે.
ગામો પણ રોજ વિચિત્ર આવે. એક ગામ એવું આવ્યું કે રસ્તા પર ટપાલખાતાના બે ખુલ્લા ઓરડા હતા. સાંજે ત્યાં પહોંચ્યા, ને એ ઓરડામાં ઊતર્યા. ગામ ત્યાંથી થોડે દૂર હતું. સાથે પ્રભુદાસ કડિયા અને નારાયણ સુંદરજી હતા. એમાંથી પ્રભુદાસ ગામમાં ગયા. ગામ ભીલોનું હતું. ત્યાંના લોકોને વાત કરી કે “અમારા સાધુ મહાત્મા આવ્યા છે, ને પેલા ઓરડામાં ઊતર્યા છે, ત્યાં રાત્રે ચોકી કરવા માટે બે—એક માણસ મળશે ?'
ગામલોકોએ કહ્યું : “ના, ત્યાં તો રાતે રોજ વાઘ આવે છે, ને એકબે બકરાં લઈ જાય છે. અમે ત્યાં ન આવીએ.''
પ્રભુદાસે પૂછ્યું : “તો અમે લોકો અહીં ગામમાં આવતા રહીએ ? ઉતારો આપશો ?’’
ભલા ગામલોકોએ કહ્યું : “ખુશીથી આવો.”
પ્રભુદાસ તરત જ પાછા ગયા, ને બધાને લઈને ગામમાં પહોંચી ગયા. ત્યાં એમને એક
Jain Education International
27
૧૮
For Private & Personal Use Only
www.jainelibrary.org