________________
માણસ હકડેઠઠ ઊભરાયું હતું. કહે છે કે બોટાદ સંઘના સમગ્ર ઇતિહાસમાં આ રીતનું સામૈયું આ પહેલું જ હતું અને હજી પણ હૈયાની આવી ઊલટથી ભર્યું સામૈયું બોટાદ માટે અદ્વિતીય જ ગણાય
છે.
આ સામૈયામાં નરોત્તમ પણ સામેલ હતા. સામૈયું બધાંએ જે રીતે જોયું ને માણ્યું, એ કરતાં નરોત્તમે જુદી જ રીતે માણ્યું. એમના મન પર સામૈયાના ઘેરા અને ખૂબ સારા પ્રતિભાવ પડ્યા. એમને થયું : રે ! આ મહારાજ સાહેબ જેવા આપણે ન થઈ શકીએ ? આપણે પણ સાધુ થઈએ, તૈયાર થઈને આવી પદવીએ પહોંચીએ, ને ત્યારે આપણુંય આવું સામૈયું થાય, એવું આપણે ન કરી શકીએ ? હું ન કરી શકું ?
અગિયાર વર્ષની ઉંમરના નરોત્તમના સંસ્કારી મનમાં સંસારના દોષો હજી પ્રવેશ નહોતાં પામ્યા પ્રવેશ પામે એવી એ ઉંમર પણ ન હતી – છતાં, પૂર્વના સંસ્કારો કહો કે પુણ્યબળ કહો, એમને સામૈયું જોઈને એ ઉંમરે પણ આવા વિચારો આવ્યા. છેલ્લાં વર્ષોમાં તેઓ કહેતા કે, ‘મારા મનમાં ત્યાગભાવનાનું બીજ એ સામૈયાએ વાવ્યું. એ સામૈયું જોઈને મને સૌ પ્રથમ દીક્ષા લેવાનું મન થયું.'
રે ! પ્રાક્તન સંસ્કારોય કર્મની અનોખી ભેટ હોય છે. ક્યાંક એ ‘તેજીને ટકોર'ની જેમ સામાન્ય ઠેસ વાગતામાં જ જાગી ઊઠે છે, તો ક્યાંક વળી થાબડી થાબડીને થાકો તોય એ કુંભકર્ણની જેમ ઘોર્યા જ કરે છે.
(૫)
ભાવતી વસ્તુ
જેને જે ભાવે, એ એને મીઠું લાગે.
જેના મનને જે ગમે, એનું મન ત્યાં જ રમે.
નરોત્તમનું પણ આવું જ બન્યું. એમના મનને સાધુપણું ભાવી ગયું હતું, એટલે એમને પણ સાધુઓની શુશ્રુષા ને પરિચર્યામાં જ મજા આવવા માંડી.
એ મુનિરાજોને રોજ જુદા જુદા મહોલ્લામાં વહોરવા લઈ જાય. એ વખતે સૂરિસમ્રાટના બે શિષ્યો- શ્રી દર્શનવિજયજી અને શ્રી ઉદયવિજયજી- સાથે ગોચરી લેવા જતા. નરોત્તમ એમને શ્રાવકોનાં ઘર દેખાડે.
વ્યાખ્યાન સાંભળવા હરરોજ જાય; એક ધ્યાને સાંભળે; સાંભળીને મનમાં અવ્યક્ત છતાં સ્વચ્છ વિચારો આવ્યા કરે.
બપોરે કાયમ મહારાજ સાહેબ પાસે જાય.
Jain Education International
૭
For Private & Personal Use Only
www.jainelisery.org