________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસરીને સારાસારનો જે વિવેક કરે, એ સાચો શાસનપ્રભાવક.
માત્ર સ્વપક્ષની જ નહિ, પરપક્ષની વ્યક્તિમાં પણ જે ગુણ હોય, તેને સરલભાવે સ્વીકારે અને અનુમોદે, એનું નામ સાચો શાસનપ્રભાવક.
અન્યના અવગુણ જોવા-જાણવા છતાં, તેની પંચાતથી પર રહીને સમભાવમાં રાચે એનું નામ સાચો શાસનપ્રભાવક.
- પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના હૈયાના અણુએ અણુમાં સ્વ-પર કલ્યાણનું અમૃત ભર્યું હતું; છતાં એના પ્રદર્શનની લાલસાથી તેઓ મુક્ત હતા.
આ પોતીકો છે ને આ પારકો છે, એવો ભેદભાવ એમને સ્પર્શે જ ન હતો; આનો અનુભવ અનેકોને છે.
અસામાન્ય દીર્ધદષ્ટિથી, દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરીને, સાર-અસારનો જે ઉચિત વિવેક તેઓ દાખવતા, એ કદાચ હવે નહિ જોવા મળે.
બાહ્ય ડોળ કે આડંબર પૂરતાં જ નહિ, પણ અંતરના નિખાલસ અવાજથી પ્રેરાઈને થતું પરપક્ષના ગુણોનું અનુમોદન તેઓના મુખે સાંભળવું એય એક જીવનનો લહાવો હતો.
એમનું જીવનસૂત્ર હતું: “પરની તારે શી પડી, તું તારું સંભાળ.” આ સૂત્રનું તાદાભ્ય એમના પ્રત્યેક વિચાર તથા આચારમાં અનુભવવા મળતું.
અને તેથી જ તેઓ સાચા અર્થમાં શાસનપ્રભાવક હતા. એમણે કરેલી સમત્વની સાધના, એમની શાસનપ્રભાવકતાનું રહસ્ય હતી.
એમના જીવનના પ્રત્યેક ધબકારે શાસનસેવાની સૂઝ અને દાઝ વણાયેલી હતી, છતાં એનો એમણે ક્યારેય દાવો નથી કર્યો.
સાચી શાસનપ્રભાવકતા આજે દોહ્યલી બની છે, ત્યારે એ પૂજ્ય પુરુષના જીવનની ક્ષણક્ષણમાં અને તન-મનના કણ-કણમાં પરિણત થયેલી જિનશાસન પ્રત્યેની સૂઝ અને દાઝનો વાસ્તવિક પરિચય પામવો, એ સમૃદ્ધ સૌભાગ્યનું મંગળ ચિહ્ન બની રહેશે.
(૨) જન્મભૂમિ બોટાદ
કેટલીક વ્યક્તિઓ પોતાના વતનથી વિખ્યાત બને છે.
કેટલાક માણસોની પ્રસિદ્ધિનું કારણ એમનું કુટુંબ હોય છે.
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org