________________
જેઓના ગુણની સૌરભ પ્રત્યેક સાધુ ભગવંતેના હૃદય પર છવાએલી છે. એવા શુભભાવ વાસિત, શ્રી નવકાર મહામંત્રની સાધનામાં અગ્રણી મુનિવરેન્દ્ર શ્રી અભયસાગરજી મહારાજ છે.
એઓશ્રીએ આ પુસ્તકની રચના કરી છે એમ કહેવા કરતાં વિવિધ શાસ્ત્રારૂપ વૃક્ષ પરથી ચૂંટીઘુંટીને પુષ્પકરંડક રૂપ આ પુસ્તક બનાવ્યું છે એમ કહેવું વધુ ઉત્તમ જણાય છે.
દ્વિતીયાવૃત્તિ કરતાં આ આવૃત્તિનું દળ નાનું કરવામાં આવ્યું છે જેથી પૂ. આધુ-સાધ્વીજી મહારાજાઓ પણ વિહારમાં સાથે રાખી શકશે.
પરમતારક ગુરુદેવ શ્રી ઉપાધ્યાય કેલાસસાગરજી ગણીવરશ્રીજીના માગદર્શન પ્રમાણે દ્વિતીયાવૃત્તિમાં જે વસ્તુઓ વધુ ઉપયોગિતાવાળી હતી તેને નવા મુદ્રણમાં સ્થાન આપ્યું છે.
આ પુસ્તક દ્વારા પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે ગ્ય લાભ લે અને જીવનને સ્વનામ ધન્ય બનાવે. જેથી સંગ્રાહક, પ્રકાશક આદિ સૌના પરિશ્રમની વધુ સાર્થકતા થઈ ગણાય.
તૃતીય મુદ્રણમાં ખૂબ સાવધાની પૂર્વક કાર્ય કરવા લક્ષ્ય રાખ્યું છે છતાં છદ્મસ્થતા એ એ દેશ છે કે ક્યાંક ભૂલ રહેવા સંભવ પણ ખરે. તેમજ દષ્ટિદેષ અને મુદ્રણદેષથી પણ કદિ ભૂલ રહી જતી હોય છે, તેના પરિમાર્જન માટે મિથ્યાદુષ્કૃત દઉં છું.
સજજન પુરૂષે સુધારીને વાંચે એજ અભ્યર્થના. મૃગશિર કૃષ્ણા ત્રયોદશી )
-સ્નેહરશ્મિ સિદ્ધક્ષેત્ર (સૌરાષ્ટ્ર) છે.