________________
: ૧૮ : આત્માને આનંદને મેળવવા પરિશીલન એગ્ય છે!!!
એક વર્ષના પર્યાયવાળા મુનિભગવંતનું સુખ અનુત્તર વિમાનમાં સુખ જોગવતાં દેવે કરતાં પણ વધુ હોય છે એ શાસ્ત્રીય વાતની સંગતિ ત્યારે જ જણાય કે જ્યારે જીવનને શાસ્ત્રીય નિયમેની આચરણાવાળું બનાવી દેવામાં આવે.
જે જીવનનાં ઉંડાણમાં પણ એ વાતની ઝાંખી ન હોય, દીક્ષાના ધ્યેય સાથે લાગતું વળગતું ન હોય, માત્ર ઉદર ભરણ કે ભવપૂર્ણ કરવાના કાજે આ વેષાડંબર હોય તે એ દષ્ટિફળની પ્રાપ્તિ કરાવનાર નહિ બની શકે. " विना समत्त्वं प्रसरन्ममत्त्वं सामायिकं मायिकमेव मन्ये"
કુલની પાંખડીયેામાં અને પરાગમાં સુગંધ વ્યાપક હોય છે તેમ સાધુના જીવનમાં “શમસ્વભાવ પ્રત્યેક પળે ઝળકતે હોય છે. “શમત્વભાવ” એના વિચારમાં રમતું હોય છે ! ઉચ્ચારમાં ઝરતે હોય છે!! અને આચારમાં નિતરતે હોય છે!!!
સમસ્વભાવ વિનાની સાધુતા એ સાધુતા જ ન ગણાય. એ તે દૂરથી રળીયામણુ કાગળના ફુલ જેવી સુંદર ગણાય.
સાધુતા દીપે, આત્માનું કલ્યાણ થાય, એ માટે આ પુસ્તકને ઉપયોગ વારંવાર કર જોઈએ.
શરીરને નિરોગી બનાવવા ઈચ્છનારે ચરકશાસ્ત્ર જાણવું જોઈએ તેમ આત્મીય સ્વસ્થતાની અભીપ્સા રાખનારે આ પુસ્તકમાં બતાવેલા માર્ગને અનુસરવું જોઈએ.
આ પુસ્તકના સુસંગ્રાહક એક ઉત્તમ કેટીના આત્મા છે,