Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સંપાદકીય નિવેદન ૧. પ્રાતઃકાલે, સંધ્યાકાલે, પક્ષના અંતે, ચાતુર્માસના અંતે અને સંવત્સરના અંતે, એમ પાંચ વિવિધ સમયે જેનું અનુષ્ઠાન ઉચિત અને અવશ્યકરણીય મનાયેલું છે, તે પડાવશ્યકની ક્રિયા જૈન સમાજમાં પ્રતિક્રમણના નામથી સુપ્રસિદ્ધ છે. તેના અંગે ગદ્ય અને પદ્ય-સ્વરૂપે અર્ધમાગધી, પ્રાકૃત આદિ ભાષામાં જે સૂત્રો બોલવામાં આવે છે, તેનું નામ પ્રતિક્રમણ સૂત્ર.
૨. આ સૂત્રસંગ્રહ મુખ્યત્વે શ્રાવક-શ્રાવિકાઓના પ્રતિક્રમણને લગતો છે, એટલે તેનું નામ શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્ર (પ્રબોધ ટીકા) રાખેલું છે.
૩પ્રતિક્રમણની ક્રિયા સામાન્ય કે લૌકિક નથી, પરંતુ અસામાન્ય કે લોકોત્તર છે; તેથી જ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરવામાં તે નિમિત્તભૂત છે. અને તે ક્રિયા ઉચિત અનુસંધાનપૂર્વક કરવામાં આવે તો ગમે તેવાં કઠિન કર્મોમાંથી પણ શીધ્ર મુક્તિ અપાવે છે. કહ્યું છે કે
आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ॥
જો કે શ્રાવક કર્મથી બહુ ખરડાયેલો હોય તો પણ આ આવશ્યકો વડે તે અતિ ટૂંક સમયમાં દુઃખોનો અંત કરે છે.
૪. આ લોકોત્તર અને ભવ્ય ક્રિયામાં જે સૂત્રો બોલાય છે, તે સામાન્ય કોટિનાં નથી પણ અધ્યાત્મ અને યોગનાં ગૂઢ રહસ્યોથી ભરેલાં છે અને જીવનની સર્વ કૂટ સમસ્યાઓનો ઉકેલ કરનારાં છે; તેથી આ સૂત્રોનાં મનનચિંતન તથા પ્રચાર માટે પ્રબલ પુરુષાર્થ કરવાની જરૂર છે.
૫. આ આવશ્યકતાને ખ્યાલમાં રાખીને વિ. સં. ૨૦૦૪માં આઠ અંગપૂર્વક પ્રબોધ ટીકા તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તે મુજબ કામ તરત જ ચાલુ કરી દેવામાં આવ્યું. ત્યારપછી બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૧૦માં તે જ પ્રમાણે કરવામાં આવી.
૬. આવી ટીકા તૈયાર કરવા માટે અનેક ગ્રંથોની જરૂર પડે તે
* ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત નિવેદન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org