________________
શાંત સુધારસ
વિરાગ્ય મિથ્યા છે, અને દુઃખદાયી છે. ઉજજ્વળ
આત્માઓને આ વાત સ્પષ્ટ સમજાય છે. આ સંસારમાં અનેક પ્રકારના જીવો છે. મનુષ્યમાં પણ અનેક પ્રકારના આત્માઓ છે. ક્ષયપશમરૂપે તેઓમાં તારતમ્ય વર્તે છે. કેઈ નિર્મળ બુદ્ધિવાળા ઉજજવળ આત્માઓ છે; કઈ મલિન વૃત્તિવાળા માયિક ફંદમાં ફસેલા આત્માઓ છે. નિર્મળ બુદ્ધિવાળા ઉજજવળ આત્માઓને સ્વતઃ વેગ વૈરાગ્યમાં ઝંપ. લાવવારૂપ છે. પિતાની બુદ્ધિની નિર્મળતાને લઈને તેઓને સ્વાભાવિક વિરાગ્ય ખુરે છે. આત્મઉજજવળતાને લઈ તેઓની વિચારદશા જાગ્રત રહે છે, અને સારાસારને, સત્સુખ-દુખને તેઓને ભાસ થાય છે. તેઓને વસ્તુસ્થિતિ રૂી રીતે સમજાય છે, અને અસત્ પ્રવૃતિ ભણીને તેઓને વેગ દૂર થઈ, નિવૃત્ત થઈ, સતપ્રવૃત્તિ ભણું વળે છે. જગત્માં પૂર્વે જેટલા મહાત્માઓ થઈ ગયા તેઓનાં ચરિત્રેથી આપણને આ જણાય છે. તેઓએ જગતનાં સુખને ક્ષણિક, એકાંત દુઃખદાયી અને ભયાન્વિત માન્યા છે, જાણ્યા છે, નિર્ધાર્યા છે. તેઓએ ફરી-ફરીને વિચારીને, અનુભવીને, પંડે ઠોકર ખાઈને નિશ્ચય કર્યો છે કે આ સંસાર કેવળ દુઃખમય, ખેદમય, અનાથ, અશરણ, અનિત્ય છે; તેમાં કયાંયે લેશમાત્ર સુખ નથી. આ નિશ્ચય આપણને વિવેકવિચારે સાવ સારો લાગે છે. આ જગતમાં મુખ્ય મનાતાં સુખે વિષયભેગ, ધનપ્રાપ્તિ,
સુરૂપવર્ણ, ઉંચું કુળ, માનપ્રતિષ્ઠા, બળસંસારનાં મુખ્ય વાનપણું, વિદ્વત્તા, સગુણ, શરીરસંપત્તિ, ગણાતાં સુખે નિરોગી કાયા એ વગેરે છે, પણ વિચા