________________
તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેનું આબેહૂબ આ તૈલચિત્ર છે.
રંગમંડપના પ્રવેશદ્વારની બંને બાજુએ ગુરૂદેવશ્રીના દીક્ષાથી માંડી અંત સુધીનાં ચાતુમાસની અને જીવનના મુખ્ય પ્રસંગેની નોંધ આપવામાં આવી છે.
રંગમંડપમાં દક્ષિણ તરફના દ્વારની ઉપર શ્રીઆગમેદ્ધારકે આપેલી વાચનાનું દશ્ય છે.
રંગમંડપમાં પશ્ચિમ તરફની બન્ને બાજુની દીવાલ ઉપર આગદ્ધારકના રચેલા સંસ્કૃત-પ્રાકત મળ્યો અને સંકલિત ગ્રન્થનાં નામે આરસમાં અંકિત કરાવવામાં આવ્યાં છે.
ગભારાના પ્રવેશદ્વાર ઉપર રાજપ્રતિબોધનું દશ્ય છે. આમાં મળે ગુરુદેવશ્રી, ડાબી બાજુએ શૈલાનાનેરેશ છે ને જમણી બાજુએ રાજાએ આપેલે અમારી પડતને પટ્ટક છે.
રંગમંડપમાં ઉત્તર તરફના દ્વારની ઉપર (૧) સ્કંદિલાચાર્યું આપેલી માથુરીવાચના છે ને (૨) દેવદ્ધિગણિક્ષમાશ્રમણે કરાવેલ પુસ્તકારોહણરૂપ વલભીવાચના છે.
રંગમંડપમાં દક્ષિણ અને ઉત્તર તરફના દ્વારની બન્ને બાજુએ ચાર દશ્ય છે. પૂઆગદ્ધારકઆચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્થપાયેલ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર દંડ તરફથી છપાએલ સચિત્ર બારસા સુત્ર મૂળ તામ્રપત્ર ઉપર ઉપસાવેલ અક્ષરેથી અલંકૃત કરી સુંદર પ્રેમમાં તૈયાર કરીને દીવાલ ઉપર લગાડવામાં આવેલ છે. તે એક અદ્ભુત વસ્તુ થી આગદ્વારક-ગુરૂમંદિરમાં દર્શન કરવા લાયક બનેલ છે.
રંગમંડપના ઘુમટમાં ગુરુદેવશ્રીના દેહની જેવી શમશાનયાત્રા નીકળેલી હતી, તેવી આબેહૂબ તેમાં આલેખવામાં આવી છે.