________________
સુરતના ગુરૂમંદિરના અપૂર્વદશ્યો
અને ભવ્ય-પ્રતિમા
શ્રીઆગમેદ્વારક–ગુરૂમંદિર આ મંદિર આગમ દ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મના સ્મરણચિહ્નરૂપે બંધાવવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય આગને દ્ધારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મળે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયમાં) નિવણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિસંસ્કાર શ્રીઆગમ દ્વારકસંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો તે જ આ જગ્યા ઉપર શ્રીઆમેદ્વારક-ગુરૂમંદિર બાંધી વિ૦ નં૦ ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે ૫૦ પૂર આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મની પ્રતિમાની પ્રતિષ્ઠા તેમના અનન્ય–પધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી મ.ના વરદ હસ્તે કરાવવામાં આવી છે.
આ ગુરૂમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ એક્યાસી હજાર રૂપિયાને થયો છે.
રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરૂદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્યદેવ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મ૦ નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસ્સગમુદ્રાએ ધ્યાનમાં રહેલા