________________
૧૩
સૂરત અને સૂરીશ્વરજી
પરમ પૂજ્ય આગમાદ્વારક આચાય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પોતાનું આખુ જીવન જૈનશાસનની સેવામાં વીતાવ્યું હતું અને પોતે અથાગ મહેનતથી શુદ્ધ કરેલા જિનાગમાને મુદ્રણ કરાવીને, આરસ ઉપર ઊતરાવીને અને તામ્રપત્ર ઉપર ઉપસેલા અક્ષરેથી આરૂઢ કરીને ત્રણ પ્રકારે તેના ઉદ્ઘાર કર્યાં તેમના ત્રીજા ઉદ્ધારનું કાર્ય ભાગ્યયેગે સૂરતને સાંપડયું. તે તામ્રપત્ર ઉપર આરૂઢ કરેલા આગમા સુરતમાં એક દેરાસર બંધાવી તેની દીવાલા ઉપર લગાડવાનુ નક્કી થયું, આથી તે માટે તથા અન્ય ધાર્મિક વહીવટ માટે ગુરૂદેવશ્રીના ઉપદેશથી એક પેઢી સ્થાપવાનું નક્કી થયું અને શ્રી ચતુર્વિધ સÛ સંવત્ ૨૦૦૨ ના વૈશાખ સુદ ૧૧ ને શનિવારના દિવસે શ્રીઆગમાદ્ધારક સંસ્થાની સ્થાપના કરી અને તે સંસ્થાદ્વ્રારા સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્ર આગમમંદિર બાંધવામાં આવ્યું.
ખાતમુહૂત પ્રતિષ્ઠા
આ આગમમદિર (દહેરાસરછ) બાંધવા માટે સુરતના સુપ્રસિદ્ધ રાવબહાદૂર નગીનચંદ ઝવેરચંદ ઝવેરીના સુપુત્ર શેઠ સેાભાગચંદ્રના સુપત્ની રતનબહેને આશરે રૂ. ૩૦,૦૦] કે ત્રીશ હજારની જમીન ભેટ આપી, અને તેના ઉપર આ દહેરાસર બાંધવા માટે સં. ૨૦૦૩ના ફ્રાગણ વદ ૬ ને દિવસે ખાતમુ કરાવી કામ શરૂ કર્યું અને નવ માસ જેટલા ટુકા સમયમાં જ આ દહેરાસરનું કામ પુરૂ કરી સવત્ ૨૦૦૪ મહા સુદ ૩ તે શુક્રવારે પરમ પૂજ્ય આગમાદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી
આ દહેરાસર બાંધવામાં તથા પાછળથી દિવાલામાં સેાનું વગેરે પુરાવી કારેશન વિગેરે કરવામાં તેમજ તામ્રપત્ર ઉપર આગમા તૈયાર કરાવવા વિગેરેમાં કુલે લગભગ રૂ. ૫,૦૦,૦૦૦ ને કે પાંચ લાખ રૂપિયાના ખય થયા છે.