________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) બીજા ચૂલા ઉપર એક તપેલી ચઢાવી તેમાં પણ શેર કાજુની દાળ, પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા, સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ અર્ધા રૂપિયા ભાર હળદર એટલી વસ્તુ અંદર નાખી, તથા સુમાર પ્રમાણે તેમાં પાણી રેડી બરબર સિજવા દેવું. પછી ઉપર કહેલી ખિચડી તૈયાર થાય કે તેમાં તે નાખી દેવું અને ખિચડી પર એક શેર ને પાંચ રૂપિયા ભાર તાજું ચોખ્ખું ઘી નાખી તૈયાર થયેલા પુલાવને એક સરખો હલાવો, ને તરતજ તે ઉપર એક ઢાંકણું ઢાંકી બાફ આવે કે પછી પુલાવ કાઢી પીરસવા. ગુણ—એ સમશીતોષ્ણ, લેહી વધારનાર, ખાવામાં સ્વાદિષ્ટ, અને કોઠામાં કૌવત લાવનાર છે. ધાતુની વૃદ્ધિ થઈ શરીર પુષ્ટ બને છે. જોઈ લોકોને આ પદાર્થ ઘણો ગુણકારક છે. ધાતુ નષ્ટ થવા માંડી હશે તે આ ખાધાથી તે નષ્ટ થશે નહીં. હૃદયકમળ તથા ગુદામાં તાકાત આવશે. આ પુલાવને લીધે માથું દુખવા આવે છે, ચકકર આવે છે ને શેષ પડે છે; એવા વિકાર એનાથી થાય છે. ઉપાય –ગરમ પાણીમાં કાગદી લિંબુનો રસ કાઢી સાકર નાખી પીવા. - શેખાની ભાખરી' –ભરતખંડમાં આવેલા આણુ
ઉર, તિરૂઆટ્રીઊર, કાવેરીના પ્રદેશ તથા કાંચીપુર વગેરે પ્રદેશમાં પાકતી ડાંગર લાવી તેના ચોખા ખાંડી તેના લેટની ભાખરી કરીને ખાવી. ગુણ-શીતળ છે છતાં શેષ પડશે; ખાવાને કંટાળો આવશે, તનની મહેનત કરનારાને ગુણકારક છે; પરંતુ પેટમાં ભાર લાગે છે, ને તેથી સુસ્તી આવે છે; પેટમાં કઈક દુખાવો થાય છે. ઉપાય—કુદને અને જીરું ખાવું.
ખાની કણકીની કાંજી—ચોખાની કણકી લઈ તે ઝાટકી તથા વીણી નાખી પાણીએ સ્વચ્છ ધોઈ નાખવી. પછી આધારણના પાણીમાં તેને ઓરી સિજે એટલે તેમાં મીઠું અથવા
૧ ઝાર રા (૫ત્રા ). ૨ જૂનુર ના (મદ્રા).
For Private and Personal Use Only