________________
૮
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જેઓ પરોપકારને માટે ઘણું વાવ, કૂવા, તળાવ વગેરે કરાવે છે તેઓ જ આ સંસારમાં ધન્ય છે. ધર્મ ઉપદેશકારએ કહેલ આ શ્રેષ્ઠ ધર્મ છે. જેઓ આને દોષ કહે છે તેઓનાં વચને ફેગટ છે. કારણ કે ઉનાળામાં તૃષાત થયેલા એવા જે છ વાવ, વગેરેમાં આવીને પાણી પીને સુખી થાય છે, તેથી હું પણ સવારમાં એક મેટી વાવડી કરાવીશ. તેમ કરવાથી મને હમેશા પુણ્યને સંભવ થશે. એ પ્રમાણે દુર્થન કરતે તે શ્રેષ્ઠી બાકી રહેલી રાત્રીને પસાર કરીને સવારમાં પારણું કરીને શ્રેણિક રાજાની અનુજ્ઞા મેળવીને વૈભારગિરિ પાસે એક મોટી વાવડી કરાવે છે. તેની ચારે બાજુ વિવિધ વૃક્ષેથી શેભિત દાનશાળા-મઠ-મંડપ-દેવકુળિકા વિગેરેથી મને હર-સુંદરવનેને કરાવે છે. આ સમયમાં ઘણા મિથ્યાષ્ટિના સંસર્ગથી બધી જ રીતે ધર્મથી ભ્રષ્ટ થયેલા તેને ઘેર પાપ કર્મના ઉદયથી શરીરમાં સેળ મેટા રેગો ઉત્પન્ન થયા. તેના નામ-ખાંસી, શ્વાસ, દમ, તાવ, દાહ, પેટની શૂલ, ભગં. દર, મસા, અજીર્ણ, આંખ અને પીઠમાં શૂળ, અરૂચિ, ખરજવું, જલદર, મસ્તક અને કર્ણની વેદના, કેઢ આ પ્રમાણે મેટા સેળ રેગે આગમાં કહેલા છે.
રેગથી ભરેલા દેહવાળે તે શ્રેષ્ઠી મહાપીડાને અનુભવી, મરણ પામી, તે જ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયે, અને ત્યાં પિતાની વાવડી જેવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી ધર્મવિરાધનાનું ફળ જાણી શુભ ભાવનાવાળે તેણે આજથી મારે હંમેશા છઠ્ઠ તપ કરે અને પારણામાં