________________
ધ્રાંગધ્રાનિવાસી શ્રી પુરુષોત્તમદાસ સુરચંદ વેરાની જીવનરેખા
શ્રી. પુરુષેત્તમદાસભાઈ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા પ્રાંગધ્રા શહેરના વતની દશાશ્રીમાળીજ્ઞાતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી. સુરચંદભાઈના તથા માતુશ્રી ઉજમબાઈના સુપુત્ર છે. તેમને જન્મ વિ. સં. ૧૯૭૬ માં ફાગણ સુદ પૂર્ણિમાના પૂર્ણ ઉજજવળ દિવસે થયે હતે.
તેઓશ્રીએ ધંધાને પ્રારભ પંજાબમાં કરેલ અને વબળે આગળ વધી અને મુંબઈમાં વસી જનરલ મરચન્ટ અને કમીશન એજન્ટ તરીકે વેપારી આલમમાં સારી ખ્યાતિ સંપાદિત કરી છે. એટલું જ નહિ પરંતુ પાર્જિત લક્ષમીને સત્કાર્યોમાં જ લક્ષમીની સાર્થકતાને સાધતા આવ્યા છે. માનવજીવનની મહત્તાના મુખ્ય પાયારૂપ ઉદારતાના મહાન ગુણદ્વારા તેઓએ પ્રારંભિક “ઉદયકાળથી સ્વજીવનને ધન્ય બનાવ્યું છે એટલું જ નહિ પરંતુ વિશ્વના શ્રીમંતને આદર્શજીવન” બનાવવા માટે તેમજ મળેલી લક્ષમીની સાર્થકતા માટે પ્રેરણા સમાપી રહ્યું છે. તેઓ હાલ મુંબઈ શહેરના પરા તરીકે ગણાતા “ કાંદીવલી ”માં રહે છે.
કાંદીવલી (મુંબઈ)માં આવેલા પિતાના બંગલામાં સમ્યગદર્શનની શુદ્ધિને કરનાર, આધિ, વ્યાધિ ને ઉપાધિપ ત્રિવિધ તાપને હરનાર, પ્રભુપ્રેમ જગવનાર, સંસારસમુદ્ર તરવાના તરાપારૂપ, આદર્શ જેન ગૃહમંદિર-ઘરદેરાસરની સ્થાપના કરી, સ્વકીય પ્રભુ ભકિત તેમજ ધર્મપ્રેમને પ્રદર્શિત કરેલ છે. કેળવણી ખાતામાં પણ અનેક સંસ્થાઓને સારી રકમો એનાયત કરી, આત્માના જ્ઞાન ગુણને વિકસાવવાને જગતમાં દાખલો બેસાડ્યો છે. ધાર્મિક, સામાજિક તેમજ લોકોપયોગી અનેક સંસ્થાઓ માં સમયે સમયે સારો સહકાર આપી તે તે સંસ્થાઓને સજીવન બનાવી ઉત્તેજિત કરી છે. - “ગરની ભભૂમિ રવા રીવરી” આ ઉક્તિને શેઠશ્રીએ પિતાની જન્મભૂમિ ધ્રાંગધ્રા શહેરમાં “પુરુષોત્તમદાસ સુરચંદ વેરા જેન બેડીંગ”ની સ્થાપના કરી સફળ કરી છે. જેમાં હરકેઈ જેને બાળક તેને લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરી હદયની વિશાળતા તેમજ ઉદારતાને પ્રકટ કરી છે. ઉક્ત બેડીંગના મકાનનું ઉદ્દઘાટન સૌરાષ્ટ્ર એકમના ઉપરાજપ્રમુખ મંગલાકુળશિરોમણિ પ્રાંગધ્રાનરેશ શ્રીમાન મયૂરધ્વજસિંહજીના વરદ હસ્તે થયેલ છે.
સંવત ૨૦૦૯ ના માહ વદ ૭ ના રોજ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ ભારતીય ભવ્યવિભૂતિ સર્વતંત્રસ્વતંત્ર બાળબ્રહ્મચારી મહાપ્રતાપી પરમ પૂજ્યપાદ જગદ્દગુરુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ન, શાસ્ત્ર વિશારદ શાંતમૂર્તિ શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્ય મ. શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રીતી પિતાને ત્યાં પધરામણી કરાવી અને તે જ દિવસે પૂજ્ય સૂરીશ્વરજીના સદુપદેશથી બોટાદના જ્ઞાનમંદિરમાં તથા ન્યાયાચાર્ય ન્યાયવિશારદ જૈન ન્યાના પ્રાણદાતા જેન જગતના મહાન
તિર્ધર પૂજ્યપાદ શ્રી યશોવિજયજી વાચકવર વિરચિત “નપદેશ” નામને જૈન ન્યાયને” અજોડ મહાગ્રંથ કે જેના ઉપર “નયામૃતતરંગિણી' નામની પજ્ઞ ટીકા છે તથા તે મૂળગ્રંથ અને સ્વપજ્ઞ ટીકાનુસારી પૂજય સૂરીશ્વરજીકૃત “તરગિણતરણી' નામની ટીકા ( ઉક્ત બંને ટીકા સહિત, ઉકત “ નપદેશ' ગ્રંથના બીજા ભાગના પ્રકાશન માટે રૂ. ૪૦૦૦) આપવાના કહ્યા છે. આ રીતે ખરેખર શેઠશ્રીએ સર્વમુખી દાનગંગાને વહેતી મૂકી, દાનધર્મને અપનાવી સ્વજીવન ધન્ય બનાવી રહ્યા છે, પરભવની અભંગ બેંકમાં નાણુને જમા કરાવી રહ્યા છે. શેઠશ્રીનું આદર્શ શ્રીમંત તરીકેનું જીવન જીવી વનામની સાર્થકતાને પણ સાધી રહ્યા છે. શાસનદેવ તેમની આ સર્વતે મુખી દાનવીરતાને જીવનના ચરમ સમય સુધી સુરક્ષિત રાખે અને તેમનાં સંતાને પણ પિતાના વડીલના વારસાને અપનાવે ને આબાદ રાખે એ જ ભાવના. “શુભ ભવતુ "