________________
મુક્તિબીજ
દેહનું રૂપાંતર થાય કે જન્માંતર થાય તો પણ આત્મા નિત્ય રહે તેવો તેનો | સ્વભાવ છે. રાગાદિ વિભાવોના સંયોગ વડે આત્મા તે રૂપ થઈ જતો જણાય છે ખરો, પરંતુ જેમ પહેરેલા વસ્ત્રથી કે તેના સ્પર્શથી શરીર જુદું છે, તેમ આત્મા દેહથી અલગ છે. કારણ કે રાગાદિ આત્માનો મૂળસ્વભાવ નથી, એવો ૬ પ્રતીતિયુકત અનુભવ સમ્યગ્દષ્ટિ આત્માને હોય છે.
એક ફાનસના ગોળાને મેશ લાગી હોય તો તેમાં જયોત પ્રગટેલી હોવા છતાં તેનો પ્રકાશ પ્રગટપણે જણાતો નથી, તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હોવાથી આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતો નથી; અને અજ્ઞાનવશ જીવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે.
卐
5
卐
અજ્ઞાનને વશ થયેલો આત્મા, પૌદ્ગલિક પદાર્થોના સંયોગ-વિયોગથી થતું સુખદુ:ખ પોતાને થાય છે તેમ અનુભવે છે, પણ આવરણ મંદ થવાનાં નિમિત્તો પ્રાપ્ત થતાં સાધકનું લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી ક્રમે ક્રમે અજ્ઞાન દૂર ૐ થતું જાય છે. સ્વયં આત્મા જ સ્વભાવે જયોતિ-સ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મા પોતેજ બોધ પામે છે, કે અરે ! આત્મા તે `હું પોતે જ છું, હું ૬ પરમાર્થથી શુદ્ધ બુદ્ધ, નિરંજન, નિરાકાર, ચૈતન્યરૂપ છું સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પોતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે અને કર્તૃત્વ-ભોક્તત્વના ભાવ કે પરિભ્રમણનાં કારણો હતાં તે મંદતા પામે છે, અને ક્રમે કરીને તે નષ્ટ થાય ત્યારે 'હું' પોતે 'હું' મટી હર રૂપે પ્રગટ થાય છે.
કેવું સુખ !
આરોગ્યસુખનું જ્ઞાન ધરાવનાર ધનવંતરિ પણ પોતાને તાવ આવે ત્યારે તે સુખનું સંવેદન કરી ન શકે, તેમ સંસારી જીવ રાગદ્વેષના રોગથી પિડાતો હોય ત્યાં સુધી તે નિરાબાધ સુખને કેવી રીતે જાણી શકે ? તેથી સંસારી જીવ એમ માને છે કે આ મોક્ષનું સુખ કોણે જોયું છે ? એવી કલ્પનામાં રહીને આ : ઇન્દ્રિયોનું મળેલું સુખ સાચું છે; તેમ માની ત્યાં જ અટકી જાય છે. આમ સંસારીજીવ અજ્ઞાનવશ જન્મ ગુમાવે છે. જ્ઞાની જ્ઞાનના પ્રકાશે અવ્યાબાધ સુખ પામે છે.
卐
5
卐
卐
5
卐
કલિકાલસર્વજ્ઞમ શ્રી હેમચંદ્રાચાર્યરચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સમ્યગદર્શનાદિના મહાત્મ્યની પ્રરૂપણા નીચે પ્રમાણે કરવામાં આવી છે કે -
Jain Education International
For Private & Personal Use Only
જ્ઞ
E
946
946
>$
946
H
946
K
>H
946
He
546
Je
www.jainelibrary.org