________________
18
આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી
હોય, શાસ્ત્રનાં મર્મો ચિત્તમાં પરિણમ્યાં હોય, ત્યારે જ આવા જવાબો ઊગે, આપી શકાય. અલબત્ત, આવો જવાબ બીજું કોઈ પણ આપી શકે, પણ તેની પાસે તે માટેનો અધિકાર ન હોય અને અધિકાર વગર અપાતા જવાબનું મૂલ્ય ન હોય.
આ પત્રમાં બીજો પ્રશ્ન જરા સાંપ્રદાયિક છે, ગચ્છવાદને લગતો છે. એમાં પૂછાયું છે કે તપગચ્છના આચાર્ય પાસે, અન્ય પક્ષ (ગચ્છ)ના શ્રાવકો, પોતાના દેરાસરની પ્રતિષ્ઠા કરાવે તો, તે શ્રાવકને સંસારનું પરિભ્રમણ વધે કે ઓછું થાય ?
(ખરેખર અહીં પ્રશ્ન આવો હોવો જોઈતો હતો : તપગચ્છના દેરાસરની પ્રતિષ્ઠા બીજા ગચ્છના આચાર્ય પાસે કરાવીએ તો તે શ્રાવકને સંસારભ્રમણ વધે કે ઘટે? કેમ કે જેમને પ્રશ્ન પૂછાય છે તે આચાર્ય તપગચ્છના ગચ્છનાયક છે. પરંતુ પૂછનાર ગૃહસ્થ બહુ વિચક્ષણ અને વિવેકી હશે, તેથી તેમણે પ્રશ્નને આ રીતે વાળીને પૂછયો હોય તેવી કલ્પના થાય છે.)
આચાર્ય સ્પષ્ટ પ્રત્યુત્તર આપે છે : તેવા શ્રાવકને સંસારનું ભ્રમણ ઘટે છે, પણ વધતું નથી. આ ટૂંકા જવાબમાં ઉપર કૌંસમાં મૂકેલા કાલ્પનિક પ્રશ્નનો ઉત્તર પણ એવી જ કલ્પનાપૂર્વક સમજી લેવો જોઈએ. અર્થાત્ આચાર્ય ગચ્છવાદને મહત્ત્વ આપવાના મતના નથી, તે આ જવાબથી સ્પષ્ટ થાય છે.
પત્રગત ત્રીજો પ્રશ્ન ધાર્મિક બાબત પરત્વે છે. તેમાં ગચ્છપતિને પૂછવામાં આવ્યું છે કે “ભગવાનજી' એટલે કે ગચ્છપતિ આચાર્ય ત્રણ પ્રકારના મનુષ્યોને પચ્ચકખાણ કરાવે : એક, સમ્યક્ત્વધારી મનુષ્યને; બે, પરપક્ષના (અન્ય ગચ્છના જૈન) મનુષ્યને; ત્રણ, મિથ્યાત્વી જનને; તો તે ત્રણેને અપાયેલા પચ્ચખાણ માર્ગાનુસારી સમજવા કે નહીં ?
આના ઉત્તરમાં આચાર્ય જણાવે છે કે તે ત્રણેને અપાતું પચ્ચખાણ માર્ગાનુંસારી સમજવું.
આ ઉત્તરમાં પણ આચાર્યની સ્વાભાવિક ઉદાર સમજણ જ પડઘાતી જણાય છે. અન્યથા બીજા કોઈ કટ્ટરતાપરત આચાર્ય હોય તો તે એમ જ કહેત કે સમ્યકત્વધારીને અપાતું હોય તે માર્ગાનુસારી, પરપક્ષીયને કે મિથ્યાત્વીને અપાતું હોય તે નહીં.
એકંદરે બંને પત્રમાંના પ્રશ્નોત્તરો, ગચ્છપતિ શ્રી વિજયસેનસૂરિજી મહારાજના અનાગ્રહી, ઉદાર તેમજ ગચ્છનાયક પદને છાજે તેવા સ્વભાવનો પરિચય આપી જાય તેવા છે. એ રીતે મૂલવીએ તો આ પત્રોનું દસ્તાવેજી મૂલ્ય તો ખરું જ, પણ સાથે સાથે ગુણવત્તા અને પ્રેરકતાથી સભર માર્ગદર્શનની રીતે પણ મૂલ્ય ઘણું બધું આંકી શકાય તેમ છે.
આ બે પત્રો, અન્ય પત્રો સાથે એક લાંબા પાના પર લખાયેલ છે, જે જોતાં જ જણાઈ આવે કે ૧૭મા શતકમાં આ પત્રોની કોઈએ કરેલી નકલરૂપ આ પત્રો છે. એ પાનાં વિદ્વાન મુનિવર શ્રી ધુરંધરવિજયજીના ડીસાના ગ્રંથસંગ્રહમાંથી તેમણે આપ્યાં છે, તેનું સાભાર સ્મરણ થાય છે. હવે તે મૂળ પત્રો જ વાંચીએ :
પત્રस्वस्तिश्रीवीरजिनं प्रणम्य अहम्मदावादनगरात् श्रीविजयसेनसूरयः सपरिकराः खंभायितनगरे सुश्रावक