________________
62
ભારતીબહેન શેલત
હોય છે. જ્યારે બીજા બધા લેખકોની લિપિ મોટે ભાગે એક જ ઉપાડથી લખાયેલી હોય છે. બધા લહિયાઓનો “અ”, “સ વગેરે અક્ષરો અને લિપિનો મરોડ અમુક જાતનો જ હોય છે. ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરો તેમજ લિપિનો મરોડ કંઈક જુદો હોય છે. મારવાડી લેખકો અક્ષરોનાં નીચેનાં પાંખડાં પૂંછડાંની જેમ ઓછાં ખેચે છે, અથવા લગભગ સીધાં જ રાખે છે. બીજા લેખકો કંઈક વધારે પડતાં ખેંચે છે.
'अक्षराणि समशीर्षाणि, वर्तलानि घनानि च । परस्परमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि वर्तुलानि घनानि च । मात्रासु प्रतिबद्धानि, यो जानाति स लेखकः ॥' 'शीर्षोपेतान् सुसंपूर्णान्, शुभश्रेणिगतान् समान् ।
अक्षरान् वै लिखेद् यस्तु लेखकः स वरः स्मृतः ॥' અક્ષરો સીધી લીટીમાં ગોળ અને સઘન, હારબંધ છતાં એકબીજાને અડકે નહીં તેવા છૂટા, તેમજ તેનાં શીર્ષ, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તે “આદર્શ લિપિ' છે; અને આ જાતની લિપિ-અક્ષરો લખી શકે એ જ “આદર્શ લેખક' કહી શકાય.” જૈન સંસ્કૃતિએ આદર્શ લેખકો અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા ખૂબ કાળજી રાખી છે. (નવાબ, ૧૯૩૬ : ૪૮-૪૯) લિપિનું માપ ઃ
વિક્રમની ૧૧મી સદીથી આદ્યપર્યત લખાયેલા હસ્તલિખિત ગ્રંથોનું અવલોકન કરતાં નીચેની બાબતો ધ્યાનાર્હ બને છે :
૧. લિપિમાંના અક્ષરો અને લીટી લીટી વચ્ચેના અંતરનું પ્રમાણસર માપ. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટી લીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતાં ત્રીજા ભાગનું અથવા ક્યારેક એ કરતાં પણ ઓછું રાખતા.
૨. ૧૯મી-૨૦મી સદીના લહિયાઓ અક્ષરનું અને લીટી લીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. એનાથી એકસરખી ગણતરીની પંક્તિઓવાળી અને એકસરખા લાંબા-પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષરો મોટા જણાશે જ્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિઓમાંના અક્ષરો નાના દેખાશે. ૨૦મી સદીમાં પણ કેટલાક પ્રાચીન વારસો ધરાવનાર યતિલેખકો લીટી લીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મોટા માપના અક્ષરો લખતા હોવા છતાં આ પ્રથા જોવા મળતી નથી (નવાબ, ૧૯૩૬ : ૪૯). જૈન લિપિમાં મૂળાક્ષરોઃ
સોલંકીકાલીન જૈન લિપિમાં રન નો ડાબી બાજુનો વળાંકવાળો ભાગ બિનજોડાયેલો રહે છે. ન નો “લ” આ મરોડ જૈન લિપિમાં આજ સુધી સચવાઈ રહ્યો છે (પટ્ટ ૩: ૧-૫).