________________
218
રોહિત શાહ તો આધ્યાત્મિક ધર્મની સાથોસાથ સાંસારિક અને સામાજિક ધર્મની સુવાસ પણ આપણા સુધી પહોંચશે.
જો મારી જાતને જૈન સમજતો હોઉં તો પ્રત્યેક જૈન વ્યક્તિ મારા માટે સાધર્મિક ગણાય. જો હું મારી જાતને શિક્ષક તરીકે ઓળખાવે તો દરેક શિક્ષક મારો સાધર્મિક બની જાય. જો હું મારી જાતને ડૉક્ટર તરીકે ઓળખાવતો હોઉં તો પ્રત્યેક ડૉક્ટર મારા માટે સાધર્મિક બની જાય. આ સમીકરણનો વિસ્તાર થતો રહે છે. ધર્મનું કાર્ય આખરે તો મૂલ્યોનો વિસ્તાર કરવાનું જ છે ને ! હવે જો હું મારી જાતને માણસ તરીકે ઓળખાવવા માગતો હોઉં તો પ્રત્યેક માણસ મારો સાધર્મિક બને છે. એથીયે આગળ વધીને જો હું મારી જાતને જીવ કે આત્મા તરીકે ઓળખાવતો હોઉં તો પ્રત્યેક જીવ અને પ્રત્યેક આત્મા મારા માટે સાધર્મિક જ ગણાય.
જોયું ને ! સમજણની ઉદારતા આપણને કેવી વિશાળતા સાથે જોડી આપે છે ! .
હું માનું છું કે ઈસુ ખ્રિસ્ત પાડોશીને પ્રેમ કરવાનું કહ્યું છે એમાં પણ સાધર્મિક ભક્તિનો જ મંગલ પ્રતિઘોષ છે. એક પાડોશી આપણા ઘરની પાસે રહે છે તે છે. બીજો પાડોશી આપણી સોસાયટી કે મહોલ્લાની બાજુમાં બીજી સોસાયટીમાં કે મહોલ્લામાં રહે છે એ છે. ત્રીજો પાડોશી આપણો ગામપાડોશી છે, ચોથો પાડોશી આપણો રાજ્ય-પાડોશી છે, પાંચમો પાડોશી આપણો દેશ-પાડોશી છે. આ રીતે પ્રત્યેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે આપણી પાડોશી બને છે અને તેથી પ્રત્યેક માણસ આપણો પ્રેમ પામવાનો હકદાર બને છે.
સાધર્મિક-વાત્સલ્યના મૂળમાં ત્રણ બાબતો છે : સાધર્મિક-સંવેદના, સાધર્મિક-સમજણ અને સાધર્મિક-સદ્ભાવ.
સંવેદના જાગે એટલે સમજણ ખીલે, સમજણ ખીલે એટલે સદ્ભાવનાનું આભામંડળ રચાય. આવી પુણ્ય ઘટનાને ધર્મ કહેવાય. જ્યાં ધર્મ છે, ત્યાં કર્તવ્ય છે. કર્તવ્યથી દૂર લઈ જાય એવો ધર્મ આપણને શા કામનો ? એ માર્ગ નથી, મંજિલ છે !
બહુ દઢપણે માનું છું કે મોક્ષ તરફ લઈ જનારા માર્ગને ધર્મ ન કહેવાય. તમે જ્યાં ઊભા હો ત્યાં જ સ્વર્ગ ખડું કરવાની તાકાતને ધર્મ કહેવાય.
માર્ગ તો ભટકાવનારો પણ હોઈ શકે. કોઈ ખોટો ભોમિયો (ગુરુ) ભટકાઈ જાય તો ધર્મના નામે કોઈક ભળતી ચીજ આપણને પકડાવી દેશે. આપણને એની પકડમાં - પ્રભાવમાં લઈ લેશે. પછી આપણે ખુદની આંખો બંધ કરી દઈને એની આંખે જ જોતા થઈ જઈશું. આમ થાય એટલે નિજાનંદ ખોરવાય. મોક્ષ તો ન જ મળે, ઊલટાની આપણી સહજ મોજ પણ જાય. એવા માર્ગને ધર્મ માનવો એ મૂર્ખામી છે. સાચો ધર્મ સામર્થ્યમાં છે, તાકાતમાં છે. પોતે જ ગુરુ અને પોતે જ શિષ્ય. અપ્પો દીવો ભવ - તારો દીવો તું જ થા ! સ્વયંના પ્રકાશમાં ચાલનારો આદમી કદી ગુમરાહ થતો નથી.
લાઇફમાં આંખ અને પાંખ ઉછીનાં ન ચાલે. આંખ એટલે દૃષ્ટિ – જ્ઞાન અને પાંખ એટલે કર્તવ્ય