________________
248
પ્રવીણ સી. શાહ આજની અને ભવિષ્યની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા પોતાના કેમ્પસમાં કાર્યરત થઈ રહ્યું છે. વિશિષ્ટ ગ્રંથાલયો :
રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓ, મૅનેજમેન્ટ, આઇટીઆઇ, દૃષ્ટિહીન વ્યક્તિઓ માટેની સંસ્થાઓનાં તથા સમૂહમાધ્યમોનાં ગ્રંથાલયો સતત રીતે અત્યંત આધુનિક માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારી પ્રગતિ કરી રહ્યાં છે. જ્યારે જેલ, હૉસ્પિટલ તથા મ્યુઝિયમોનાં ગ્રંથાલયો નામનાં જ છે. જ્યારે પ્રગતિશીલ દેશોમાં આ પ્રકારનાં ગ્રંથાલયો સમાજમાં બદલાવ લાવવામાં ખાસ મદદરૂપ થઈ રહ્યાં છે. આપણા દેશમાં આ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે. હસ્તપ્રત-ભંડારો :
ભારતમાં ૫૦ લાખ ઉપરાંત હસ્તપ્રતોમાંથી મોટા ભાગની પરિસ્થિતિ ઇચ્છનીય નથી. નૅશનલ ઍન્યુસ્ક્રિપ્ટ મિશન' (NMM) હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન શરૂ કર્યું છે પણ પ્રગતિ ઘણી ધીમી છે. દોડવાની જરૂર છે. બીજું, આ હસ્તપ્રતોની ભાષાની જાણકારી બહુ જ ઓછી વ્યક્તિઓને છે. આવી વ્યક્તિઓની સંખ્યા વધારવાની કે નવાઓને તાલીમ આપવાની જોગવાઈ કરવાની તાતી જરૂર છે. આ હસ્તપ્રતોમાં વિશ્વના બધા જ વિષયોનું જ્ઞાન સંગ્રહાયેલું છે. તેથી તે ભારતને સુપર પાવર બનાવવામાં તથા ચોક્કસ રીતે જ્ઞાન-શક્તિ તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
ક્લાઉડ કમ્યુટિંગ, મોબાઇલ ઇન્ટરનેટ, બ્લોગ, ગ્રંથાલય પોર્ટલ, વેબ ૨.૦, ગ્રંથાલય ૨.૦, સિમેન્ટિંગ વેબ વગેરે અદ્યતન ટેક્નૉલોજીની પ્રગતિને કારણે વિશ્વમાં અને ભારતમાં ગ્રંથાલય અને માહિતી-કેન્દ્રો (જ્ઞાન-કેન્દ્રો) નીચેના જેવી ઉપભોક્તાલક્ષી પ્રવૃત્તિઓ કરશે અને સેવાઓ આપશે. વિશ્વના પ્રગતિશીલ દેશોમાં અને ભારતમાં પણ કંઈક અંશે આમાંની કેટલીક સેવાઓની શરૂઆત થઈ ચૂકી છે. પણ ગ્રંથાલય અને માહિતી સેવાક્ષેત્રે ઉપભોક્તાલક્ષી ત્વરિત, ચોક્કસ, પોતે ઇચ્છે તે સમયે અને તે સ્થળે માહિતી/જ્ઞાન મળે તે માટે ગ્રંથાલયોએ ઘણું કરવાનું બાકી છે, જે ઉપરોક્ત જણાવેલ ટેક્નોલોજી, વ્યવસ્થા, સગવડો વગેરેને કારણે નજીકના ભવિષ્યમાં શક્ય બનશે. ક્લાઉડ-કપ્યુટિંગ :
ઇન્ટરનેટ ક્ષેત્રે આધુનિક પ્રગતિ અને વિકાસને અન્ય આધુનિક પ્રયુક્તિઓ સાથે સાંકળીને આવેલી આ ટેક્નોલોજી કમ્યુટર પદ્ધતિમાં નાવીન્ય અવતરણ છે. તે પ્રત્યાયન નેટવર્ક પર આધારિત છે. અન્ય ક્ષેત્રો ઉપરાંત ગ્રંથાલય ક્ષેત્રે તેનો ઉપયોગ વધી રહ્યો છે. આ પદ્ધતિનો ઉપયોગ માટે ગ્રંથાલયમાં કોઈ ખાસ હાર્ડવેર કે સૉફ્ટવેરની કે કમ્યુટર નિષ્ણાતની જરૂર રહેતી નથી. ગ્રંથાલયે ફક્ત તેના કપ્યુટરમાં માહિતી જ નિવેશ કરવાની જરૂર છે. દૂર અને અતિ સલામત જગ્યાએ રહેલ સર્વર બધી જ પ્રક્રિયા કરે છે, ગ્રંથાલયને જરૂરી ડેટા તથા અહેવાલો પૂરા પાડે છે. ઘણી બધી સેવાઓ આપી શકે છે. ગ્રંથાલયો માટે આ નાણાકીય રીતે ફાયદાકારક વ્યવસ્થા છે. કયા ઉપભોક્તાએ કઈ માહિતી માંગી, વગેરેના રેકોર્ડ પણ રહે છે. માનવ સંસાધન મંત્રાલશ્ર ૯OOO જેટલાં સાર્વજનિક ગ્રંથાલયોનાં નેટવર્ક માટે આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.