________________
આવતીકાલનાં ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો
247
‘લોકોની યુનિવર્સિટી' છે. લોકશાહીની પાઠશાળા છે. તેમાં સર્વ પ્રકારની માહિતી/જ્ઞાન પ્રાપ્ત છે. જ્યારે ભારતમાં આ ક્ષેત્રે ઘણું કરવાનું બાકી છે, પણ સરકાર જાગ્રત છે તે સારી બાબત છે. ભારત સરકારે “રાષ્ટ્રીય જ્ઞાનપંચ'ની સ્થાપના કરી આ દિશામાં સારું પગલું ભર્યું છે. આ પંચનો હેતુ ભારતને જ્ઞાનસમુદાયમાં રૂપાંતરિત કરવાનો છે. આનો ધ્યેય “સર્વ સમતાવાદી પ્રગતિકારક જ્ઞાનમય સમાજ ઊભો કરવામાં અગ્રતાક્રમની રીતે સહાયભૂત અને મહત્ત્વનો ફાળો આપી શકે તેવા ગ્રંથાલયો અને માહિતીકેન્દ્રો ઊભાં કરવાનો છે. જ્ઞાનને સાર્વજનિક કરવાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા ઉપરાંત તે રાષ્ટ્રીય અને વૈશ્વિક જ્ઞાન માટેના સ્થાનિક પ્રવેશદ્વાર તરીકે કામ કરશે. આ જ્ઞાનપંચના સૂચન મુજબ ભારત સરકારે “નૂશનલ મિશન ઑન લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફર્મેશન સર્વિસીસ' (NMLIs)ની સ્થાપના માર્ચ ૨૦૧૨માં કરી છે. તેનાં કાર્યો માટે કેન્દ્ર સરકારે રૂપિયા ૨૦૦૦ (બે હજાર) કરોડ ફાળવેલા છે અને નજીકના ભવિષ્યમાં દેશનાં ૯૦૦૦ જેટલાં સાર્વજનિક ગ્રંથાલયોનું નેટવર્ક ઊભું કરવાની તેની યોજના છે. જે સમાજના દરેક વર્ગને માહિતી/જ્ઞાન ત્વરિત રીતે પૂરાં પાડશે.
શૈક્ષણિક ગ્રંથાલયો અને માહિતી-કેન્દ્રો ક્ષેત્રે, CBSE સંલગ્ન શાળાઓનાં ગ્રંથાલયો સારી સેવાઓ આપે છે, પરંતુ અન્ય શાળાઓનાં મોટા ભાગનાં ગ્રંથાલયો પરંપરાગત સેવાઓ પણ પૂરી પાડી શકતાં નથી. NCERT દ્વારા દેશમાં શાળા-ગ્રંથાલયોના નેટવર્કની યોજના ઘડાઈ ચૂકી છે તે આશાનું કિરણ છે.
| ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતમાં ગ્રંથાલયો અને માહિતી-કેન્દ્રોનો વિકાસ કરવા, નવું દિશાસૂચન કરવા, સતત આધુનિક તાલીમ આપવા વગેરે માટે યુ.જી.સી. સંચાલિત લાઇબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન નેટવર્ક(ઇક્લિબનેટ)ની સ્થાપના ૧૯૯૪થી થઈ છે. હાલ આ કેન્દ્ર યુનિવર્સિટીઓનાં, કૉલેજોનાં તથા કેટલીક સંશોધન-સંસ્થાઓનાં ગ્રંથાલયોના અતિ આધુનિકીકરણ માટે કાર્યાન્વિત છે. ઉચ્ચ શિક્ષણનાં ગ્રંથાલયોમાં અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિવિધ ઉપભોક્તાઓને અને સંશોધનકારોને ઉપયોગી થાય તેવી અનેક સેવાઓ આપે છે. આને કારણે ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગ્રંથાલયો અને માહિતી-કેન્દ્રોનું ભાવિ ઉજ્જવળ છે. પણ ઘણું કરવાનું બાકી છે. ઇલિબનેટ દ્વારા અપાતી મુખ્ય મુખ્ય સેવાઓ નીચે મુજબ છે. સંપૂર્ણ સેવાઓ માટે જુઓ તેની વેબસાઇટ : www.inflibnet.ac.in
(૧) હાલ ૭000 ઉપરાંત વિવિધ વિષયોનાં ઈ-સામયિકો દેશના સંશોધકો, શિક્ષણકારો અને વિદ્યાર્થીઓને સરળતાથી પ્રાપ્ત કરી આપ્યાં છે અને તે અંગેની તાલીમ પણ આપે છે.
- (૨) “શોધ ગંગા” અને “શોધ ગંગોત્રી' ડેટાબેઇઝ, કૉલેજો માટે એનલીસ્ટ કાર્યક્રમ, ડિજિટલ લાઇબ્રેરી ઇનિશિએટિવ, ગ્રંથાલય-વ્યવસ્થાપન માટે “સોલ ૨.૦' સોફ્ટવેર, યુજીસી ઇન્ફોનેટ ડિજિટલ લાઇબ્રેરી, કૉન્સોર્સસીયા, વિવિધ તાલીમો દ્વારા માનવ સંસાધન તૈયાર કરવા, દર વર્ષે પરિસંવાદો યોજવા વગેરે વગેરે મુખ્ય પ્રવૃત્તિઓ છે.
તાજેતરમાં ઇક્લિબનેટ ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક “ઇન્ફોસિટી'માં તેની