________________
252
પ્રવીણ સી. શાહ ' (૧૯) આવતી કાલનાં ગ્રંથાલયોમાં “શાંતિ રાખો'ના બેનરોને બદલે ગ્રંથાલયોમાં જ “જૂથ ચર્ચા કરવા માટેનાં સ્થાનો હશે.
(૨૦) ત્વરિત ઓન-લાઇન વાડ્મય સૂચિ સેવાઓ મેળવી શકશે.
(૨૧) નવી ટેક્નોલોજી સગવડોને કારણે ઉપભોક્તા (વાચકો) સાથે સંવાદિતતા તથા પ્રત્યાયન વધશે જેથી ગ્રંથાલય યાંત્રિક રીતે પોતાની સેવાઓનું મૂલ્યાંકન કરી શકશે અને તેથી સેવાઓમાં ગુણવત્તાયુક્ત જરૂરી ફેરફારો કરીને ઉપભોક્તા સંતોષ વધારી શકશે જેથી ગ્રંથાલયોની અગત્ય તથા ઇમેજમાં સુધારો થશે.
(૨૨) માહિતી/જ્ઞાન આધારિત ઉદ્યોગો, ખાનગી માહિતી કેન્દ્રો ઊભાં થતાં સંસ્થાઓનાં ગ્રંથાલયોએ ટકી રહેવા કિંમત લઈને પણ ઝડપી, ચોક્કસ, સમયસરની અને મૂલ્ય આધારિત ગ્રંથાલય સેવાઓ આપવા, વહીવટી ઢીલ નાબૂદ કરીને, કમર કસવી પડશે. કાર્યશૈલીમાં મૂળભૂત ફેરફાર લાવવો પડશે.
(૨૩) NMLIS દ્વારા “નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફરમેશન સાયન્સની સ્થાપના થઈ રહી છે જે ગ્રંથપાલોને આધુનિક રહેવા નવી નવી આધુનિક કનોલોજીની તાલીમ આપશે અને તેનો ઉપયોગ ગ્રંથાલય-સેવાઓ વિકસાવવા માટે કરવામાં આવશે.
(૨૪) ગ્રંથાલય અને માહિતી સેવામાં સાહસિકતા લાવવા ગ્રંથપાલોએ તૈયારીઓ કરવી પડશે. | (૨૫) હાલના બિનજરૂરી માહિતી સ્રોતોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને તેને માટે “અનામત ભંડારો” ઊભા કરવામાં આવશે જેથી ભવિષ્યમાં જરૂર પડે તેનો ઉપયોગ કરી શકાય.
અતિ આધુનિક માહિતી પ્રત્યાયન ટેકનૉલોજી (ICT)ના ઉપયોગના ફાયદા સાથે અન્ય સામાજિક અસરો :
(૧) સમાજમાં માહિતી-સમૃદ્ધ અને માહિતી-ગરીબ એમ બે વર્ગો ઊભા થશે.
(૨) વેબસાઇટ હેકિંગ વધશે. . (૩) સાયબર ક્રાઇમ વધતાં તે અંગેના કાયદાઓ અને તે અટકાવવાનાં સૉફ્ટવેર અસ્તિત્વમાં આવશે.
(૪) નેટવર્ક દ્વારા વિશ્વમાંથી જોઈતી માહિતી વિપુલ પ્રમાણમાં સરળતાથી મળવાને કારણે લખાણચોરી (તફડંચી-Plagiarism) દિવસે દિવસે વધતી રહેવાનો ભય છે. આની સંશોધન અને પ્રકાશનક્ષેત્રે આડઅસરો પડશે. અલબત્ત આવી તફડંચી પકડવા માટેના સોફ્ટવેર પણ પ્રાપ્ત થવા લાગ્યા છે.
અંતમાં ગ્રંથાલયોમાં નવીન નિપુણતાવાળા, નવી દિશામાં વિચારતા, નવું શીખવાની ધગશવાળા, સેવાઓ માટે સાહસિક વૃત્તિવાળા, સેવાને પ્રાધાન્ય આપી શકે તેવા, કર્મચારીઓની જ ભવિષ્યમાં નિમણૂક થશે. તેઓને તેમની હાલની કાર્યપદ્ધતિ બદલવી પડશે. ગ્રંથાલયોએ તેની સેવાઓનું માર્કેટિંગ કરવું પડશે. ઉપભોક્તાએ ગ્રંથાલય-સેવાઓ માટે કિંમત ચૂકવવી પડશે.