________________
જૈન પૂજા-વિધિ પાછળ રહેલી ભાવનારુષ્ટિ
243
આ પૂજાઓ દ્વારા પ્રભુના શાસનની પ્રભાવના તો થાય છે જ, સાથે સાથે મનુષ્યમાત્રમાં રહેલી સામાજિક વૃત્તિને પોષણ મળે છે. “વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના જળવાઈ રહે છે. આજની શિક્ષણ પદ્ધતિના કારણે યુવાવર્ગને ધાર્મિક અનુષ્ઠાન માટે સમય જ મળતો નથી, જ્યારે જીવનસાથીની પસંદગીનો વારો આવે, ત્યારે ફક્ત દેખાવ જોઈ પસંદગી કરી લે છે.
જ્યારે આ પૂજાઓ જેવાં ધાર્મિક અને સામાજિક સંલગ્નતા ધરાવતાં અનુષ્ઠાનો થાય છે, ત્યારે છોકરાં-છોકરીઓની આવડત, કળા, સંસ્કાર છતાં થાય છે અને સમકક્ષાનાં જ કુળ, ખાનદાનમાં દીકરા-દીકરીઓ ઢંકાયેલા રહે છે. વળી વર્તમાનકાલીન પરિસ્થિતિ બદલાતાં જીવનનાં અને વિચારોનાં સમીકરણો બદલાયાં છે. કૌટુંબિક જીવનશૈલી ખૂબ નાજુક પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ત્યારે જો યુવાહૃદયને કોઈ એવો સંદેશો આપે કે નવપદમાં જે સ્થાન ગુરુતત્ત્વનું છે તે સ્થાન સંસારમાં માતા-પિતા અને અનુભવી વડીલજનોનું છે - તો ગૃહક્લેશ-વિભક્ત કુટુંબની સમસ્યા સુલઝાઈ જાય અને ઘર ખરેખર નંદનવન બની જાય. ૨૦ સ્થાનકની પૂજામાં આવું એક ઉદાહરણ મળે છે જે કર્તા લક્ષ્મી- વિજયજીની આર્ષદૃષ્ટિ દર્શાવે છે.
પંચમપદે ગાઈએ રે ભાવથવિર અધિકાર રે |
લૌકિક માતાપિતા કહ્યા, લોકોતર વ્રતધાર પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના મનોચિકિત્સક યુજિત ડી. અકીલીએ કરેલ સંશોધનોનાં તારણો પણ આશ્ચર્યકારક બન્યાં છે. તેમણે પૂજા-પ્રાર્થના (દ્રવ્ય, ભાવપૂજા) કરતી વ્યક્તિઓના મગજની પ્રક્રિયા જાણવા માટે સ્પેક્ટ એટલે કે સિંગલ ફોટોન ઇમેશન કોમ્યુટેડ ટોમોગ્રાફી યંત્ર વડે મગજની સ્થિતિની નોંધ કરી, ત્યારે તેમને પણ આશ્ચર્ય થયું કે મગજની કાર્યક્ષમતા બમણી થઈ ગઈ. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઇકિયાટ્રિક વિભાગના પ્રાધ્યાપક ગ્રેગ જેકબે સંશોધન દ્વારા એવું તારણ આપ્યું કે દ્રવ્યપૂજા અને ભાવપૂજા (પૂજા-પ્રાર્થના) કરતા મગજમાંથી નીકળતાં તરંગોમાં આલ્ફાતરંગો વિશેષ પ્રમાણમાં ઊઠે છે જેના કારણે શાંતિ અને રચનાત્મક વિચારોની અવસ્થા આવે છે. ન્યૂરોલૉજિસ્ટ ચુબર્ગ કહે છે કે પૂજા સમયે બાહ્ય સંસાર સાથેનો સંપર્ક કપાઈ જાય છે. મગજની અંદરનો સેન્સરી ઇનપુટ પણ બંધ થઈ જાય છે.
વૉશિંગ્ટનની જ્યૉર્જટાઉન યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનના વડા ડૉ. મેથ્યએ ૨૦૦ વ્યક્તિઓનાં પરીક્ષણો દ્વારા અનુભવ્યું કે પૂજા-પ્રાર્થના કરનારા બહુ ઓછા બીમાર પડે છે. ડ્યુક યુનિવર્સિટીના વિજ્ઞાની ક્રોઇંગે સંશોધન દ્વારા જણાવ્યું કે દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરનાર વ્યક્તિમાં એપિનેફિન અને નોરએપિનેફિન જેવા તનાવ ઉત્પન્ન કરનાર હોર્મોનનો સ્ત્રાવ નહિવતું હોય છે.
ઘણા બુદ્ધિજીવીઓ પ્રશ્ન કરે છે કે પથ્થરની ગાય જો દૂધ ન આપે તો પથ્થરની મૂર્તિ સમ્યગ્દર્શન કઈ રીતે આપે ? અહીંયાં જૈન ધર્મમાં વીતરાગદેવની આરાધના છે. જે રાગ-દ્વેષથી સર્વથા રહિત છે, માટે તેની ભક્તિ કરનારને આશીર્વાદ આપે અને ન કરનાર પ્રત્યે દ્વેષ રાખે આવી માન્યતાને આમાં અવકાશ જ નથી. ગાય દૂધ આપે છે, એનો પરિચય પોતાના જ્ઞાન દ્વારા થાય છે એમ આ સ્થાપના નિક્ષેપે રહેલા પ્રભુ છે અને મારી અંદર જીવતોજાગતો આતમરામ છે એનો સુપેરે પરિચય કરાવે છે.