________________
244
ફાલ્ગુની ઝવેરી
આદર્શ વાસ્તવિકતા (Idealistic Reality) પ્રમાણે બધી ક્રિયા જિનપ્રતિમા ઉપર અને પરિણામ બધું પૂજન-અર્ચન કરનાર ભક્ત ઉપર આવે છે. કાર્ય-કારણ (cause-effect) પ્રમાણે પણ આમ જ થાય છે.
પૂજાઓ જિનમંદિરમાં જ પ્રાયઃ કરી ભણાવવામાં આવે છે. તેનું અદ્ભુત વૈજ્ઞાનિક રહસ્ય છે. જિનપ્રાસાદોમાં ઊર્જાનું સ્તર ઘણું ઊંચું હોય છે. જેના કારણે ભાવનું ઊર્ધ્વગમન થાય છે. નકારાત્મક પરમાણુ ઊર્જાનું રૂપાંતર સકારાત્મક ઊર્જામાં કરે છે. અપ્રશસ્તભાવનો વિચ્છેદ થયો એનું સીધું કારણ જોઈએ તો વીતરાગ પરમાત્માની પ્રતિમા શાંતરસથી વિભૂષિત હોય છે, એટલે તેનું આલંબન લેતાં વ્યક્તિમાં શાંતરસ-પ્રશમરસની જ ઉત્પત્તિ થાય છે. અહીં વિમલનાથ પ્રભુની સ્તવના યાદ આવે છે. અમીય ભરી મૂર્તિ રચી રે ઉપમાન ઘટે કોય. શાંતસુધારસ ઝીલતી રે નીરખત તૃપ્તિ ન હોય.
પૂજાસાહિત્ય દ્રવ્યપૂજા અને ભાવપૂજારૂપ યુગલમાં સચવાયું છે. જેમાં ઉત્તમ દ્રવ્યથી પૂજા કરતાં · · ભાવની અભિવૃદ્ધિ થાય છે. તદ્ઉપરાંત તેનાં રહસ્યો જેમ કે અષ્ટપ્રકારી પૂજા અને બાકીની મોટાભાગની પૂજાઓમાં પ્રથમ અભિષેક પૂજા આવે છે. તેમાં જલપૂજા વખતનો એક દુહો છે.
જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, મારાં કર્મ થયાં ચકચૂર.
હકીકતમાં આ આંતરિક મેરુ અભિષેક માટેની પંક્તિ છે. આપણી કરોડરજ્જુને યોગાચાર્યો મેરુદંડ કહે છે. તે ઉપર આવેલ સહસ્રાર તે અભિષેક માટેની મેરુ પર્વત પરની પાંડુક વનની શિલા છે. તે પર પ્રભુને - અવધારણા વડે બિરાજમાન કરવાના. હવે એ પ્રભુનો અભિષેક કઈ રીતે કરવાનો : કડી આ રીતે ખૂલશે. જ્ઞાન, જ્ઞાતાભાવનો કળશ. તેમાં સમભાવરૂપ પાણી ભરીને પ્રભુનો અભિષેક કરવાનો. સાધકનું પૂરું અસ્તિત્વ આ સમભાવ વડે ભીંજાશે અને કર્મ તો ક્યાંથી રહેશે ?
દ્રવ્યપૂજા પૂરી થયા પછી જીવ ‘નિસિહી’ કહી વિરામ પામી ભાવપૂજામાં પ્રવેશે છે. તેમાં લઘુપ્રતિક્રમણ રૂપે ઇરિયાવહિયા કરી જગતના જીવો સાથે મૈત્રીભાવ કેળવે છે.
ચૈત્યવંદન ક૨વા માટે યોગમુદ્રામાં ડાબો ઢીંચણ ઊભો કરતાં જમણા ઢીંચણ ઉપર ભાર આવે અને જમણી બાજુનું મગજ કાર્યાન્વિત થવા માંડે છે. જેનો સીધો સંબંધ ભાવ, સમર્પિતતાની લાગણી સાથે છે. ડાબો ઢીંચણ ઊભો કરતાં અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી આંત૨૨સનું ઝરણ (Chemical Secretion) એ રીતે થાય છે કે જે ભક્તિમાં અદ્ભુત સહાયક બને છે. વ્યક્તિના (ભક્તના) ઉપભોગને દર્શન ઉપયોગમાં ઓતપ્રોત કરી દે અને પ્રભુ તું અને હું આ દ્વૈતના સંબંધથી શરૂ થયેલી યાત્રા તું અને હું વિલીન થઈ તોહમ્, સોહમાંથી એકોઽહમ્ના અદ્વૈતમાં પરિણમે છે.
પૂજાસાહિત્ય એ જૈન સંઘનું આગવું સાહિત્ય છે. દરેક ધર્મસંપ્રદાયને પોતાનું લાક્ષણિક સાહિત્ય હોય જ છે, તેમ આ પૂજાઓ ભણાતી હોય, ત્યારે તેમાં સમાયેલાં સાહિત્યનો, સંગીતનો તથા ધર્મ અને ભક્તિતત્ત્વોનો વાસ્તવિક આસ્વાદ થઈ શકે છે. ગૃહસ્થ ધર્મમાં પરમાત્માની પૂજા કરવી તે પ્રધાન કર્તવ્ય છે. પૂજામાં જેટલો ભાવોલ્લાસ વધે તેટલું પુણ્ય વધે. પૂજાસાહિત્યની દેશી રાગોની ગૂંથણી અદ્ભુત છે જ, સાથે તેમાં તત્ત્વજ્ઞાનની રંગપૂરણી પણ અપૂર્વ છે. ભાવોલ્લાસ વધા૨વામાં