________________
જેને પૂજા-વિધિ પાછળ રહેલી ભાવનારુષ્ટિ
241
અમરી ભમરી રાસ રમતી લટકાળી રે સખી ! આજ અનુપમ દિવાળી. અહીંયાં આનંદોલ્લાસની અભિવ્યક્તિ સમી બે ક્રિયા બતાવી છે અને તે છે નાચવું અને ગાવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાવાવેશમાં આવે, ત્યારે ગાતા ગાતા રહી ન શકે અને નાચવા માંડે. બહેનોમાં ખાસ કરીને સખી સાહેલીઓ ગોરી ગરબે ઘૂમવા મંડે અને એકબીજાને આનંદનું વર્ણન ન કરી શકે એટલે તાળીઓના તાલ દ્વારા નૃત્યની ભંગિમાઓ દ્વારા એને વ્યક્ત કરે. અહીં વિસ્મયરસ, રૂપક, ઉન્મેલા, અધ્યાહાર, ઉપમા આ જુદા જુદા અલંકારોનું સુયોજન કરી યમકમાં પ્રાસાનુપ્રાસ દ્વારા પક દિક્કુમારિકાઓએ ભાવવાહી પદાવલી દ્વારા જાણે કે દિવાળીનું પર્વ હોય એવો સાદશ્ય ચિતાર ખડો કરી દીધો છે. શબ્દ ચમત્કૃતિ એવી સુંદર છે કે એક વાર સાંભળ્યા પછી કાનમાં ગુંજારવ થયા કરે. જિનભક્તિ નિમિત્તે વિવિધ પ્રકારનાં નૃત્ય કરવાં એ નૃત્યપૂજા છે.
અભિનવ હસ્તક હાવ ભાવે કરી, વિવિધ યુક્ત બહુ નાચ કરી,
દેવના દેવને દેવરાજી યથા, કરતી નૃત્ય તથા ભૂમિચારી - અપ્સરાઓએ રસના સમૂહવાળું લયને અનુસરતું પ્રશસ્ત હાથની શોભાવાળું, વિકાસ પામતા હાવભાવવાળું નૃત્ય કર્યું અને કવિએ એને માત્ર ઢાળમાં ઢાળ્યું જ નથી, પણ વર્ણાનુપ્રાસ અલંકારનો ઉપયોગ કરી અભિનયના પ્રાદુર્ભાવનું વિકસિત સ્વરૂપ તે નૃત્યકળાની પ્રારંભિક દશા છે તે સિદ્ધ કર્યું છે.
દ દર્દો દ દુંદુભિ, વાજતી દીએ ભ્રમરી
નટ કટિ કટ કહુ, વિચ પટતાલ વાજે. શાસ્ત્રાનુસારી લયવાળું અનેક ભંગોથી શોભતું ભ્રમર વાજે ચકરડીવાળું સુંદર નૃત્ય કર્યું.
છંછંછંછંછનનનનન, નાચત શકશકી, ચરણ ઘૂઘરી છનનનનન તાલના માપવાળો અને રસના આશ્રયવાળો સુંદર દેહ ધરાવનારાં ઇન્દ્ર-ઇન્દ્રાણીએ પગમાં ઘુંઘરું (ઝાંઝરા) બાંધી પ્રભુ પ્રત્યેના ભાવો દર્શાવતું આફ્લાદક નૃત્ય પૂજા રૂપે કર્યું. તાત્પર્ય એ છે કે અંગના અભિનય વડે ભાવોને પ્રગટ કરવા તે નૃત્ય છે. નૃત્યપૂજા કેટલાક ઉત્તમ પ્રકારના જીવોએ કરી છે. જેમનાં શાસ્ત્રોમાં દૃષ્ટાંત આવે છે પ્રભાવતી સુરિયાભદેવ, દ્રૌપદીસતી, સીતાસતી, મંદોદરી અને રાવણરાયે અષ્ટાપદ પર નૃત્ય કર્યું અને ત્યાં રાવણરાયે તીર્થંકર નામકર્મનો બંધ આ જ નૃત્યપૂજામાં લય પૂરવા દ્વારા કર્યો. આમ વિવિધ ભંગિમાઓ દ્વારા કરાતા નૃત્ય થકી કેટલાય જીવોએ કુંડલિની જાગૃતિનો અનુભવ કર્યો છે અને જે કુંડલિની શક્તિ મૂલાધાર ચક્રથી ઉપર ન ઊઠતી હોય તે સડસડાટ ઉપર ચઢી જાય છે. પછી જે અનુભૂતિ એ વ્યક્તિને થાય એ તો એ જ દર્શાવી શકે – આપણે માત્ર એની કલ્પના કરી શકીએ. ' પ્રભુને કેવળજ્ઞાન થતાં સમવસરણની રચના દેવો કરે છે. તેમાં પ્રભુને અછોઅછો વાનાં કરવા ભિન્ન ભિન્ન વાજિંત્રોના નાદ કરે છે અને જાણે એ બધાં વાજિંત્રોમાંથી એક જ નાદ ઊઠતો હોય