________________
234
આર. ટી. સાવલિયા
સ્થળોએ અનેક નાના-મોટા ગ્રંથભંડારો આવેલા છે.
ગુજરાતના હસ્તપ્રત-ભંડારોમાં પ્રાચીન સમયથી પાટણ વિદ્વાનો અને સંશોધકો માટે એક તીર્થસ્થાનરૂપ બન્યું છે. અહીં ભંડારોની સંખ્યા ૨૦ જેટલી હતી. પરંતુ આ ભંડારો કાયમ માટે જળવાઈ રહે એ હેતુથી ૧૯૩૯માં “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર' બનાવાયું જ્યાં આશરે ૨૦ હજાર જેટલી હસ્તપ્રતો સંગ્રહાયેલી છે.
શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-સંગ્રહમાં તાડપત્ર પર ગુજરાતી ભાષામાં લખાયેલ શ્વેતામ્બર જૈન સંપ્રદાયના ગ્રંથ “નિશીથચૂર્ણિ'ની ઈ. સ. ૧૨મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. એમાં એક પ્રત પર વર્તુળાકારમાં હાથીની સવારીનું દશ્ય તથા માલધારી સ્ત્રીઓનાં ચિત્રો છે. જે અપ્સરાઓ જણાય છે. અહીં કલ્પસૂત્રની સુવર્ણ અક્ષરોમાં લખાયેલ સચિત્ર પ્રત છે. જેની દરેક પ્રત પર અલગ અલગ ચિત્રો છે. એક પ્રતમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કુમારપાળને ઉપદેશ આપી રહેલા નજરે પડે છે. એમાં લક્ષ્મીદેવીનું ચિત્ર પણ છે. પ્રથમ તીર્થંકર આદીશ્વર ભગવાનનું સુંદર ચિત્ર છે. આ પ્રતમાં જૈન * સાધ્વીઓ અને શ્રાવિકાઓનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રત વિ. સં. ૧૫૦૪ (ઈ. સ. ૧૪૪૭૧૪૪૮)માં લખાયેલી છે. આ જ સમયની બીજી કલ્પસૂત્રની હસ્તપ્રતમાં જૈન પરંપરામાં વત્તેઓછે અંશે પૂજાતા બ્રહ્મશાંતિ યક્ષ અને લક્ષ્મી દેવીનાં આકર્ષક ચિત્રો છે.
ઋષભદેવચરિત'ની ૧૩મી સદીની હસ્તપ્રતમાં ઋષભદેવ અને જૈન યક્ષિણી ચકેશ્વરીનાં ચિત્રો અનેરું આકર્ષણ ઊભું કરે છે. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની પ્રતનાં છેલ્લાં ત્રણ પત્રો ઉપર હેમચંદ્રસૂરિ, રાજા કુમારપાળ અને શ્રાવિકા શ્રીદેવીનાં મનોરમ ચિત્રો આલેખાયાં છે. “કથારસાગર'ની હસ્તપ્રત ૧૩મી સદીની છે જેમાં પાર્શ્વનાથ અને શ્રાવક-શ્રાવિકાઓનાં સુંદર ચિત્રો દોરેલાં છે.
કેન્વાસ પર ચીતરેલ “મહેન્દ્રસૂરિ સ્વાગતપટ્ટ'માં પ્રથમ ત્રિશલા માતાને આવેલાં ચૌદ સ્વપ્નોનું આલેખન છે. ત્યારપછી ગામનું દશ્ય, રાજાનો દરબાર, બજાર, તોપખાનું, હાથીખાનું વગેરેનું આબેહૂબ ચિત્રણ કરેલું છે.
અહીં જળવાયેલ એક હસ્તપ્રતમાંનાં ચાર ચિત્રોમાં - હેમચંદ્રાચાર્યને વ્યાકરણનો ગ્રંથ લખવા માટે વિનંતી કરતો રાજા સિદ્ધરાજ, વ્યાકરણ ગ્રંથને અંબાડી પર મૂકીને ફરતી યાત્રા, પાર્શ્વનાથનું મંદિર અને વ્યાકરણ ગ્રંથની નકલ મેળવવા આનંદપ્રભ ઉપાધ્યાયને વિનંતી કરતા કર્મણ મંત્રી વગેરે પ્રસંગોનાં આબેહૂબ ચિત્રો દોરેલાં છે.
કાપડના “પટ્ટ' પર ૧૪મી સદીમાં લખાયેલ “ધર્મવિધિપ્રકરણમાં સરસ્વતીનું સુંદર ચિત્ર છે. ૧૫મી સદીમાં રચાયેલ “પંચતીર્થીપટ્ટ' ચાંપાનેરમાં તૈયાર થયો છે જેમાં સાત ચિત્રો છે. મંદિરના ગર્ભગૃહમાં સર્પછત્ર ધારણ કરેલ પાર્શ્વનાથજી, ગિરનાર પર્વતનું દશ્ય, સમેતશિખર અને પાવાગઢ ઉપરનાં મહાવીર સ્વામી મંદિરનાં ચિત્રોનું મનોહર આલેખન છે. આ પટ્ટ સંઘવીપાડાના ભંડારમાં આવેલો છે.
ખંભાતમાં હાલ મુખ્ય ચાર હસ્તપ્રત-ભંડારો છે. પાયચંદગચ્છનો ભંડાર, જ્ઞાનવિમલસૂરિનો