________________
વિદેશમાં જળવાયેલી હસ્તપ્રતો
25
(૩) જૈન સાધુઓ-આચાર્યો : જૈન સાધુઓ-આચાર્યો વિદેશી વિદ્વાનોના સંપર્કમાં આવતા અને તેઓના સંશોધનકાર્યમાં તેઓને સહાય કરતા. બંને પક્ષે વિદ્યારસિક હોઈ પરસ્પર સ્નેહ-લાગણીના સંબંધો બંધાતા અને જૈન સાધુઓ પરદેશી વિદ્વાનોને હસ્તપ્રતસંગ્રહો ભેટ રૂપે આપતા. ઉદાહરણરૂપ બ્રિટિશ લાઇબ્રેરી - લંડનમાં જૈન સાધુ જમ્બવિજયજી સંગ્રહ' તરીકે બક્ષિસરૂપ પ્રાપ્ત થયેલો ૧૯૭ હસ્તપ્રતોનો સંગ્રહ આજે પણ ઉપલબ્ધ છે. જેમાં મધ્યકાલીન સમયની પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની ભાષાની ઉત્તમ કોટિની હસ્તપ્રતો સંગ્રહાયેલી મળી આવે છે. તેમાં કેટલીક સુંદર સચિત્રાત્મક પણ છે. દા.ત. ઢોલામારુ ચોપાઈ, ભક્તામર સ્તોત્ર, આદિત્યવાર કથા વગેરે.
(૪) કેટલાક બ્રિટિશ અમલદારો ભારતમાં નોકરી કરતા. તેઓ પોતાના નિવાસકાળ દરમિયાન જૈનો અને જૈન ધર્મના સંસર્ગમાં આવતા. તેમાંના કેટલાકને હસ્તપ્રતો સંગ્રહ કરવાનો શોખ હતો. આંથી તેઓ હસ્તપ્રતોની ખરીદી કરતા અને પોતાની સાથે પોતાના દેશમાં લઈ જતા. પછી તેઓ આ સંગ્રહ કોઈ સંસ્થા કે લાઇબ્રેરીને ભેટ રૂપે આપી દેતા. ઉદાહરણ રૂપે - થોમસ હર્ની કોલમ્બુક ઈ. સ. ૧૭૨૮માં ઈસ્ટ ઇન્ડિયા કંપની - કોલકાતામાં નોકરી કરતા. તેઓ પોતે કવિ હતા. તેમણે ૨૭૪૯ હસ્તપ્રતોનો સંગ્રહ કર્યો અને પછીથી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભેટ રૂપે આપી દીધો, જે હાલ બ્રિટિશ લાઇબ્રેરી - લંડનમાં કોલબુક સંગ્રહ તરીકે સચવાયેલો છે.
(૫) વિદેશીઓને ભારતીય આયુર્વેદ વિજ્ઞાનમાં ખૂબ રસ અને શ્રદ્ધા હતાં. તેઓ તબીબી વિજ્ઞાન શાખામાં સંશોધન કરવાના હેતુથી ભારતમાંથી આયુર્વેદશાસ્ત્રની હસ્તપ્રતોની ખરીદી કરતા પરંતુ ખરીદી કરનાર વ્યક્તિને ભારતીય ભાષાનું જ્ઞાન ન હોવાથી તેઓ થોકબંધ હસ્તપ્રતોની ખરીદી કરતા. આથી વિપુલ સંખ્યામાં ભારતીય હસ્તપ્રતો વિદેશોમાં વિદ્યમાન છે. ઉદાહરણરૂપ લંડનની “ધ વેલકમ ટ્રસ્ટ - એ હિસ્ટરી ઓફ મેડિકલ સાયન્સ” સંસ્થામાં ભારતીય ભાષાની અંદાજિત ૧૩,૦૦૦ હસ્તપ્રતો છે જેમાંથી ૬,૦૦૦ જેટલી સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની છે જેમાંથી ૨,૦૦૦ જેટલી જૈન હસ્તપ્રતો છે.
વિદેશી સંસ્થાઓ, લાઇબ્રેરીઓ હજી પણ ભારતીય હસ્તપ્રતો, મૂર્તિઓ વગેરે વિવિધ એજન્ટો, વિક્રેતાઓ કે જાહેર લિલામ દ્વારા ખરીદી કરતા જ રહે છે.
આમ ઉપરોક્ત અને અન્ય માર્ગે ભારતીય હસ્તપ્રતો, મૂર્તિઓ, કલાકૃતિઓ વગેરે પરદેશમાં સંગ્રહાયેલું મળી આવે છે.
૧૯મી સદીમાં શ્રી સુહાસભાઈ બિશ્વાસ અને શ્રી મણિભાઈ પ્રજાપતિએ કરેલ સર્વે (બિબ્લિયોગ્રાફિક્સ સર્વે ઓફ ઇન્ડિયન મેન્યુસ્કિટ્સ કેટલૉગ) અનુસાર ભારતીય ભાષાની અંદાજિત ૬૦,000 જેટલી હસ્તપ્રતો યુરોપિયન અને નોર્થ અમેરિકાના વિવિધ દેશોમાં સંગ્રહાયેલી છે. આ ઉપરાંત ભારતીય ભાષાની અંદાજિત ૧,૫૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો એશિયાના વિવિધ દેશો - નેપાળ, શ્રીલંકા, બર્મા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, તિબેટ, ચાઇના, જાપાન વગેરે દેશોમાં સંગ્રહાયેલી મળી આવે છે. એમાંથી ૬૭ ટકા સંસ્કૃત, ૨૫ ટકા ભારતીય પ્રાદેશિક ભાષા અને બાકીની અરેબિક,