________________
134
| વિનોદ કપાસી
શ્રી વિનોદ કપાસી, વર્લ્ડ કોંગ્રેસ ઑફ ફેઇથના ટ્રસ્ટી છે અને તેમણે પોતે સોળ પુસ્તકો લખેલાં છે જેમાં બે ગુજરાતી નવલકથાનો સમાવેશ થાય છે. તેમના હેમસિદ્ધિ અને નવસ્મરણ પરનાં બે પુસ્તકો તેમની વર્ષોની સંશોધનપ્રવૃત્તિના અર્ક સમાન છે. તેઓ અન્ય વિષયો પર પણ લખે છે.
(૫) શ્રી નીતિન મહેતા : યંગ ઇન્ડિયન વેજીટેરિયન્સના પ્રમુખ નીતિનભાઈએ શાકાહારીપણાનો પ્રચાર કરવામાં જે કાર્ય કરેલ છે તે ખૂબ જ અનુમોદનીય છે. તેમને બ્રિટિશ સરકાર તરફથી એમ.બી.ઈ.નો ખિતાબ મળેલ છે. નીતિનભાઈને મોટરકાર સ્પેરપાર્ટ્સનો પોતાનો વ્યવસાય છે. તેઓશ્રી અંગ્રેજો દ્વારા ચલાવાતી બ્રિટિશ પાંજરાપોળને મદદ કરે છે અને જીવદયા માટે સહુને પ્રોત્સાહિત કરે છે.
ઉપરના મહાનુભાવો ઉપરાંત દક્ષિણ લંડનની એક અગ્રણી જૈન સંસ્થા “વણિક એસોસિએશન યુ.કે.ના પ્રમુખ શ્રી ચીમનલાલ અમરશી શાહ, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ - યુ.કે.ના અગ્રણી અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખભાઈ મહેતા, શ્રી ધરમપુર મિશન - યુ.કે.ના અગ્રણી શ્રી મયૂર મહેતા, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના શ્રી હર્ષદ સંઘરાજ કા તથા શ્રી મેહુલ સંઘરાજકા, ઓશવાળના શ્રી રતિભાઈ શાહ, તુષાર શાહ, અશ્વિન શાહ, નવનીત વણિકના શ્રી સુભાષ લખાઈ અને ભૂપેન્દ્ર શાહ, ભક્તિમંડળના પ્રફુલ્લાબહેન શાહ તથા કેસુભાઈ વ્રજપાળ શાહ, વીરાયતન - યુ.કે ના મહેન્દ્ર મહેતા, રોહિત મહેતા, કિશોર શાહ વગેરેનો ફાળો નોંધનીય છે.
કદાચ બ્રિટનમાં ઓછો પણ બ્રિટનમાં આવતાં પહેલાં આફ્રિકામાં પોતાના જીવનનાં મહત્ત્વનાં વર્ષો જિનધર્મ સેવા કરવામાં ગાળનારા કેશવલાલ રૂપશી શાહ તથા શ્રી સોમચંદ લાધાના નામો પણ ગણાનાપાત્ર છે. શ્રી કેશવલાલ રૂપશી શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પુત્ર શ્રી અતુલ શાહે પોતાના તંત્રીપદે “જૈન સ્પિરિટ' મેગેઝીન પોતાના પ્રાણ રેડીને ચલાવેલ. અત્યારે તો આ મેગેઝીન નાણાકીય તકલીફોને લઈને બંધ થઈ ગયેલ છે.
અમેરિકાની જેમ બ્રિટનમાં જૈનોની સંસ્થા “ફેડરેશન' બ્રિટનમાં નથી. શ્રી વિનોદ કપાસી, પ્રફુલ્લાબહેન શાહ, ડૉ. નટુભાઈ શાહ, શ્રી મહેન્દ્ર મહેતા જેવા મહાનુભાવોએ આ દિશામાં ઘણા પ્રયત્નો કર્યા છે પણ હજી સુધી ફેડરેશનની સ્થાપના કરવામાં સફળતા મળી નથી. જેને શિક્ષણનાં સાધનો, સંસ્થાઓ :
સ્કૂલ ઓફ ઓરીએન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડિઝ એસઓએએસ દ્વારા જૈન ધર્મમાં બી.એ., એમ.એ. કે પીએચ.ડી. કરી શકાય છે. આમાં ડૉ. પીટર ફ્યુગલ જેઓ જર્મન છે પરંતુ જૈનધર્મમાં ઊંડો રસ લઈને અભ્યાસ કરે છે તે ગાઇડ તરીકે સેવા આપે છે.
વીરાયતન - યુ.કે. દ્વારા ચંદના વિદ્યાપીઠ ચલાવાય છે. તેમાં વિનોદ કપાસી તથા રાજીવ શાહ અને દક્ષિણ લંડનમાં હર્ષદ સંઘરાજ કા શિક્ષણ આપે છે
“અહત ટચ'ના નામથી શ્રી રાજચંદ્ર ધરમપુર મિશન - યુ.કે. બાળકો માટે જૈન ધર્મના વર્ગો ચલાવે છે. તેમાં યુવાન-યુવતી શિક્ષણ આપનારા ઉત્સાહીઓ બાળકોમાં સારી જાગૃતિ આણે છે.
મહાવીર ફાઉન્ડેશનના નેજા હેઠળની જૈન પાઠશાળામાં ભારતીય ઢવે સૂત્રો શીખવવામાં આવે છે. આ પાઠશાળામાં નાનાં નાનાં ભૂલકાઓ પણ ચૈત્યવંદનનાં સૂત્રો કડકડાટ બોલી શકે છે.