________________
ભારતના બે મહાન જ્યોતિર્ધરો.
૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩. શિકાગોમાં ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદ ભરાઈ છે. આર્ટ ઇન્સ્ટિટ્યૂટનો કૉલમ્બસ હૉલ દેશવિદેશના લગભગ ચાર હજાર વિદ્વાન પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલ છે. પ્લેટફોર્મ- ડાયસ પર વિશ્વના વિભિન્ન ધર્મોના ટોચના નેતાઓ બેઠેલા છે. તેમાંના બે યુવાનો પોતાના પહેરવેશથી અને પાઘડીથી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. એક છે વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ અને બીજા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. બંનેએ પોતાની આગવી પ્રતિભા, વિદ્વત્તા અને વ્યક્તિત્વ દ્વારા ધર્મપરિષદમાં એવો પ્રભાવ પાડ્યો કે પરિષદ પૂરી થયા બાદ પણ બંનેને અમેરિકામાં વ્યાખ્યાનો આપવા ચાલુ રાખવાં પડ્યાં. સ્વામીજીએ ત્રણ વર્ષ સુધી અમેરિકામાં અને યુરોપમાં વિભિન્ન વિષયોમાં અસંખ્ય વ્યાખ્યાનો આપ્યાં અને ૧૫ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ભારત પાછા ફર્યા. વળી, ૨૦ જૂન ૧૮૯૯થી ૯ ડિસેમ્બર ૧૯૦૦ સુધી તેમણે અમેરિકા અને યુરોપનો બીજી વાર પ્રવાસ કર્યો અને વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો પ્રચાર કર્યો. શ્રી વિરચંદ ગાંધીએ પણ ધર્મ પરિષદ પૂરી થયા બાદ અમેરિકામાં જૈન ધર્મ વિશે પ્રવચનો આપવાં ચાલુ રાખ્યાં અને ૧૮૯૬માં તેમ જ ૧૮૯૯માં બે વાર ફરી અમેરિકાનો પ્રવાસ કર્યો અને ૬૫૦ જેટલાં પ્રવચનો આપ્યાં.
ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મના આ બે મહાન જ્યોતિર્ધરોમાં કેટલીક વાતોમાં અદ્ભુત સામ્ય હતું.
બંને મહાનુભાવો સમોવડિયા હતા. સ્વામી વિવેકાનંદનો જન્મ કોલકાતામાં ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ના રોજ થયો હતો તો શ્રી વીરચંદ ગાંધીએ ૨૫ ઑગસ્ટ ૧૮૯૪ના રોજ મહુવામાં જન્મ ગ્રહણ કર્યો હતો. બંને અદ્ભુત કર્મયોગી હતા. કર્મ કરતાં કરતાં જ “બહુજન
સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી