________________
જૈન યોગ અને પાતંજલ યોગ
કરે એનું નામ યોગ. આત્માના નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. પરભાવ, વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ, સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયરૂપ છે અને એ જ જૈન યોગ છે.
197
સમ્યક્દર્શન : સાચી દૃષ્ટિ. સુદેવ, સુગુરુ અને સુધર્મમાં સાચી શ્રદ્ધા અને રુચિ. સમ્યક્દર્શન એટલે જીવાદિ તત્ત્વોને તેના મૂળ સ્વરૂપમાં સમજવાં અને તેમાં શ્રદ્ધા રાખવી. સમ્યક્દર્શન એટલે આત્મદર્શન.
સમ્યજ્ઞાન ઃ જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેને જાણવું. સમ્યક્દર્શન એટલે જીવાદિ પદાર્થોમાં શ્રદ્ધા રાખવી અને સમ્યજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો અર્થાત્ તત્ત્વોનો બોધ થવો.
સમ્યચાસ્ત્રિ : ચારિત્ર એટલે આચરણ. યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયામાંથી નિવૃત્તિ અને સત્ ક્રિયામાં પ્રવૃત્તિ. સમ્યક્દર્શન, જ્ઞાનપૂર્વક આત્મામાં રમણતા, સ્થિરતા કરવી.
દરેક આત્મા જેમાં પરમાત્મા થવાની ક્ષમતા છે તે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયને આદરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે.
આગમ સાહિત્ય ઉપરાંત ઘણા જૈનાચાર્યોએ યોગ અને ધ્યાન વિશે વ્યાપક સાહિત્યની રચના કરી છે. જેમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન ટોચનું છે. એમણે જૈન યોગ સાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. યોગનું સ્વરૂપ દર્શાવતાં એમણે કહ્યું છે કે યોગ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી પરમાત્મ દશા પ્રાપ્ત કરી શકે છે. જીવનું આધ્યાત્મિક લક્ષ્ય મોક્ષ છે. એની પ્રાપ્તિ માટે યોગ સાધન છે. યોગની વ્યાપકતા આપતાં તેઓ કહે છે -
मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।। १ ।। योगविंशिका ।
આચાર્ય શુભચંદ્રે ‘જ્ઞાનાર્ણવ'માં અને હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર’માં જૈન પરંપરા સંમત રત્નત્રયી(સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્ર)ને મોક્ષના હેતુરૂપ અર્થાત્ યોગરૂપથી સ્વીકાર કર્યો છે.
પાતંજલ યોગ અને જૈન યોગની પૂર્વભૂમિકા જોઈ. હવે પતંજલિ યોગ અને જૈન યોગને તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ.
યોગનું અંતિમ લક્ષ્ય મોક્ષ બંને પરંપરામાં સમાન રૂપથી સ્વીકૃત છે. જૈનદર્શનમાં જેને મોક્ષ કહેવાય છે એનું જ પાતંજલ યોગસૂત્રમાં ‘કૈવલ્ય' નામથી વર્ણન કરેલું છે. કૈવલ્યની પ્રાપ્તિ માટે અભ્યાસ, વૈરાગ્ય, ક્રિયાયોગ અને અષ્ટાંગયોગનું વિધાન પ્રસ્તુત છે. જ્યારે જૈનદર્શનમાં મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય છે. સમ્યકૂદર્શનનું જે વર્ણન છે તે પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા ‘વિવેકખ્યાતિ’ સાથે મળતું આવે છે. આત્મા અને પુદ્ગલનું ભેદજ્ઞાન થાય છે તે જ સમ્યક્દર્શન છે. તેને જ પાતંજલ યોગસૂત્રમાં વિવેકખ્યાતિ કહ્યું છે. જ્યારે મિથ્યાત્વનું 'સ્વરૂપ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા અવિદ્યાના સ્વરૂપ સાથે મળે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે -