________________
જૈનદર્શન અને દ્રવ્યાનુયોગ
જૈન ધર્મે ભારતની પરંપરા અને સંસ્કૃતિને પોતાના વિશિષ્ટ પ્રદાનથી સમૃદ્ધ કરી છે. અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહના સિદ્ધાંતોની આજે અપરિહાર્ય મહત્તા છે. ધાર્મિકતા અને સામ્પ્રદાયિક રીતિ-નીતિએ ઊભા કરેલા અનેક પ્રશ્નોનો ઉત્તર જૈનદર્શનના સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના અને આચારવિચારના કેટલાક વિજ્ઞાનિક નિયમો દ્વારા આપી શકાય તેમ છે.
વિશ્વ પરમેશ્વરનું સર્જન હોવાની માન્યતાનો જૈન ધર્મ સ્વીકાર કર્યો નથી. સમગ્ર વિશ્વ મુખ્યત્વે બે પ્રકારનાં દ્રવ્ય : જીવ અને અજીવમાંથી સર્જાયું હોવાનું જૈનદર્શન જણાવે છે. આ બંને દ્રવ્ય નિત્ય, અસૃષ્ટ, સહઅસ્તિત્વ ધરાવતાં અને સ્વતંત્ર છે. વિશ્વનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો આ દ્રવ્યોના સંઘટન-વિઘટનને કારણે જોવા મળે છે. જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનક દષ્ટિકોણનો સમુચિત પરિચય આ દ્રવ્યાનુયોગ દ્વારા જ મળે છે.
જૈનદર્શનના અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ જેવા સિદ્ધાંતોની જેમ દ્રવ્યાનુયોગ પણ તેનું વિશિષ્ટ પ્રદાન છે. શ્રીમદ્ રાજચંદ્ર તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું કે સર્વદર્શન એક જૈનદર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે. બૌદ્ધ ક્ષણિકવાદી પર્યાય રૂપે સત્ છે. વેદાંત - સનાતન-દ્રવ્ય રૂપે સત્ છે. ચાર્વાક નિરીશ્વરવાદી - જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને ઓળખવા રૂપે સતુ' છે - પણ શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પરમ નિગ્રંથ માર્ગ છે...અને મહાવીર સ્વામીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી - ઉપદેશેલો માર્ગ સર્વસ્વ રૂપે યથાતથ્ય છે. .
ચાર અનુયોગ - જૈનદર્શનમાં જણાવેલા ચાર અનુયોગ આ પ્રમાણે છે:
નિરંજના શ્વેતકેતુ
વોરા