________________
જેનદર્શન અને દ્રવ્યાનુયોગ
211
સંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના
એકેન્દ્રિય
બેઇન્દ્રિય
તે ઇન્દ્રિય ચઉરિન્દ્રિય
પંચેન્દ્રિય
પૃથ્વીકયિક અપ-કાયિક તેજકાયિક વાયુકાયિક વનસ્પતિકાયિક આ દરેકના સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકાર ગણાવ્યા છે. અજીવ પ્રજ્ઞાપનાના બે પ્રકારો વર્ણવીને તેના સૂક્ષ્મ ભેદ પણ આ રીતે દર્શાવ્યા છેઃ અરૂપી અજીવ ધર્મ પ્રજ્ઞાપનાના દસ પ્રકાર છેઃ
ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ, અને ધર્માસ્તિકાયના પ્રદેશો, અધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનો દેશ, અધર્માસ્તિકાયના પ્રદેશો અને કાળ.
રૂપી અજીવ પ્રજ્ઞાપનાના ચાર પ્રકાર છેઃ સ્કંધો, સ્કંધ દેશો, સ્કંધ પ્રદેશો અને પરમણ પુદ્ગલો. પુગલના પાંચ પ્રકાર છે ઃ
પુદ્ગલ
વર્ણપરિણત ગંધપરિણત રસપરિણત સ્પર્શપરિણત સંસ્થાનપરિણત આ પ્રત્યેક દ્રવ્યના સ્થાનાદિ ભેદે જે વિવિધ પર્યાયોનું અહીં નિરૂપણ થયું છે, આશ્ચર્યજનક છે. અત્યંત સૂક્ષ્મતા, ગહનતા અને ક્રાન્તદર્શિતા વડે પૂજ્ય તીર્થકર સ્વામીએ સકળ લોકનું જે ચિત્ર સૂત્રાત્મક રૂપે અહીં પ્રગટ કર્યું છે, તેનું સારરહસ્ય પામવું મુશ્કેલ છે. જેમ કે મનુષ્યોના ભેદ જણાવતા તેના બે પ્રકાર દર્શાવ્યા છે સંમૂર્ણિમ મનુષ્યો અને ગર્ભજ મનુષ્યો. દેવોના ચાર પ્રકાર છેઃ ભવનગામી, વ્યંતર, જયોતિષ્ક અને વૈજ્ઞાનિક. પૃથ્વીકાયિક, વનસ્પતિકાયિક વગેરેના તો અસંખ્ય ભેદો વર્ણવ્યા છે. તે દરેકનાં સ્થાનો, સ્થિતિ, અલ્પબાહુત્વ, સંખ્યાવિશેષ, વ્યુત્ક્રાન્તિ, ઉચ્છવાસ વગેરે વિશે વિસ્તારથી માહિતી આપી છે.
દસ સંજ્ઞાઓઃ આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓઘ સંજ્ઞા – તેમનું વિશદ વર્ણન અને તેના ઉપયોગ વિશેની તલસ્પર્શી માહિતી અહીં મળે છે. વિવિધ દૃષ્ટિએ યોનિના પ્રકાર આ પ્રમાણે છે.
યોનિ શીત ઉષ્ણ | શીતોષ્ણ સંસ્કૃત વિવૃત્ત સંવૃત્તિ વિવૃત્ત કર્મોત્રતા સંખાવર્તા વંશીપત્રા સચિત્ત અચિત્ત મિશ્ર
પૃથ્વીના આઠ પ્રકાર ગણાવીને ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્પણ - એ શરીરના ભેદોનું પણ અહીં દ્રવ્યાનુયોગ સંદર્ભે વર્ણન ઉપલબ્ધ થાય છે. પરિણામ, ઇન્દ્રિયો, ઉદેશ, પંદર પ્રકારના
T