________________
સાધર્મિક-વાત્સલ્ય
શાસ્ત્રની અને જ્ઞાનની વાતો ભલે જ્ઞાનીજનો કરે, મારે તો આજે તમારી સાથે મારું થોડું અજ્ઞાન વહેંચવું છે.
જ્ઞાનીજનોએ મોક્ષના માર્ગો બતાવ્યા હોય તે ભલે સાચા જ હશે, છતાં મને એમ લાગે છે કે મોક્ષ સુધી પહોંચવાનો કોઈ શોર્ટકટ જો હોય તો એ સાધર્મિક-વાત્સલ્ય (સાધર્મિક-ભક્તિ) જ છે. સાધર્મિક-વાત્સલ્ય એટલે શું ?
આપણા સુખમાં આપણા સહધર્મી સ્વજનનો અધિકાર છે એવી સમજ સહિત એને સુખ પહોંચાડવું એ સાધર્મિક-વાત્સલ્ય છે. જીવદયાને જૈન ધર્મની કુળદેવી કહેવામાં આવે છે, તો સાધર્મિકવાત્સલ્ય એ જૈન ધર્મનો પર્યાય છે. એકલા-એકલા સુખ ભોગવવું એના જેવું બીજું કોઈ પાપ નથી અને પોતાના સુખમાં બીજાને સહભાગી કરવા જેવું કોઈ પુણ્ય નથી. - સાધર્મિક-વાત્સલ્ય કઈ રીતે મોક્ષ-મંજિલનો શૉર્ટકટ ગણાય ? તરત ગળે ઊતરે એવી સરળ વાત સાંભળો. બીજાને સુખ આપવું એ પૂણ્યકાર્ય છે. અને પય તો મોક્ષનો સીધો માર્ગ છે. સીધો માર્ગ જ સૌથી ટૂંકો માર્ગ હોય છે એવું ગણિતશાસ્ત્રીઓ કહે છે. બે બિંદુઓને જોડતી સીધી રેખા સૌથી ટૂંકી હોય છે એવું આપણે જિઓમેટ્રીમાં ભણ્યા હતા. આપણે જરાય વાંકાચૂકા ગયા વગર એટલે કે વ્રત-તપ, ક્રિયાકાંડ વગેરેની ગલીઓમાં ભટક્યા વગર આપણા સહધર્મીને ડાયરેક્ટ સુખ પહોંચાડીએ તો એ સીધો ટૂંકો માર્ગ જ થયો ને !
બીજી વાત એ છે કે સહધર્મીને સુખ વહેંચવાથી, તેને આપણા સુખમાં સહભાગી કરવાથી આપણી ભૌતિક આસક્તિ તૂટે છે. આપણા ભીતરના મોહ અને રાગ-દ્વેષ ઓગળે છે. જે કામ કરવાથી આપણી ભૌતિક આસક્તિઓ ખરી પડતી હોય તથા મોહ અને રાગ-દ્વેષ
રોહિત શાહ