________________
નિરંજના શ્વેતકેતુ વોરા tists were the global masters in this field.’ દસ અધ્યાયોના ‘વૈશેષિક સૂત્ર’ નામના ગ્રંથમાં મહર્ષિ કણાદે અણુનો (પરમાણુનો) નીચે મુજબનો પરિચય આપ્યો :
પરમાણુ અવિનાશી તેમજ અવિભાજ્ય છે, માટે પરમાણુ કરતાં નાની ચીજનું અસ્તિત્વ સંભવિત નથી. ઇન્દ્રિય-જ્ઞાન વડે (દા.ત. સ્પર્શેન્દ્રિય વડે) પરમાણુને કદી પારખી શકાય નહિ. આમ છતાં સમસ્ત બ્રહ્માંડ પરમાણુઓના સમન્વય વડે રચાયું છે. એકલદોકલ પરમાણુ કશું સર્જન કરી શકતો નથી. બે પરમાણુ મળીને . હ્રયણુક, ત્રણ મળીને ઋણુક અને ચાર મળીને ચતુર્ણક થાય (કહો કે રેણુ/ molecule બને) ત્યારે જ પદાર્થ રચાય છે.
214
આ સર્જનક્રિયાને કણાદે પીલુપાક ક્રિયા એવું નામ આપ્યું. (સંસ્કૃતમાં પીત્તુ તે પીત્તવઃ = યાને અણુ) પૃથ્વી/solid જલ/liquid, વાયુ/gas અને તેજ/light ૫૨માણુઓ વડે બન્યા હોવાનું કણાદે નોંધ્યું.
ખરેખર તો અણુ વિશેના સંશોધન બાબતે જ નહિ, બલકે વિજ્ઞાનના લગભગ દરેક ક્ષેત્રે પ્રાચીન ભારતના તજ્જ્ઞો વિશ્વભરમાં અગ્રેસર રહ્યા છે.
જૈનદર્શનમાં દ્રવ્યના સિદ્ધાંતનું મહત્ત્વ : આધુનિક વિજ્ઞાનના સંશોધનના સંદર્ભમાં જ આ દૃષ્ટિએ જોઈએ તો જૈનદર્શનમાં દ્રવ્યના સિદ્ધાન્ત અંતર્ગત અણુપરમાણુની વિશદ ચર્ચા છે. સહસ્રાબ્દીઓ પહેલાં જૈનદર્શને વિશ્વને આ મહાન સિદ્ધાન્તનો પરિચય આપ્યો છે એ એનું અનોખું પ્રદાન છે. વિશ્વ પરમેશ્વરનું સર્જન હોવાની માન્યતાનો જૈન ધર્મે પણ સ્વીકાર કર્યો નથી. સમગ્ર વિશ્વ મુખ્યત્વે બે પ્રકારનાં દ્રવ્ય : જીવ અને અજીવમાંથી સર્જાયું હોવાનું જૈનદર્શન જણાવે છે. આ બંને દ્રવ્ય નિત્ય, અસૃષ્ટ, સહઅસ્તિત્વ ધરાવતા અને સ્વતંત્ર છે. વિશ્વનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો આ દ્રવ્યોના સંઘટનવિઘટનને કારણે જોવા મળે છે. જૈનદર્શનના સૃષ્ટિના સ્વરૂપ વિશેના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સમુચિત પરિચય આ દ્રવ્યાનુયોગ દ્વારા જ મળે છે. જૈનદર્શનના અહિંસા, અનેકાન્ત, અપરિગ્રહ જેવા સિદ્ધાંતોની જેમ દ્રવ્યાનુયોગ પણ તેનું વિશિષ્ટ પ્રદાન છે. શ્રીમદ્ તેનાથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું કે ‘છએ દર્શન એક જૈનદર્શનમાં સમાય છે. શુદ્ધ ચૈતન્ય અનંત આત્મદ્રવ્ય કેવલજ્ઞાન સ્વરૂપ શક્તિ રૂપે તે જેને સંપૂર્ણ વ્યક્ત થયું છે તથા વ્યક્ત થવાનો જે પુરુષો માર્ગ પામ્યા છે તે પરમ નિગ્રંથ માર્ગ છે અને વીરસ્વામીનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે.
સંદર્ભ-સાહિત્ય
૧.
૨.
૩.
૪.
૫.
૬.
‘દ્રવ્યસંગ્રહ’, આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાન્તિદેવ
‘શ્રી પંચાસ્તિકાયસંગ્રહ’ – શ્રીમદ્ કુંદકુંદાચાર્ય
‘શ્રીમદ્ રાજચંદ્ર પરમ સમાધિ શતાબ્દી ‘સ્મૃતિ ગ્રંથ’
‘ગુજરાતી વિશ્વકોશ’ : ખંડ - ૯, પ્રથમ આવૃત્તિ ‘સફારી’, અંક ૯૯ - ઑગસ્ટ ૨૦૧૨
‘વિવિધા’, લેખસંગ્રહ, લેખક ડૉ. નિરંજના વોરા