________________
જૈનદર્શન અને દ્રવ્યાનુયોગ
દ્રવ્ય, સમય અને અવકાશ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં તેવું આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ આપણને ચીંધે છે. આમ, પદાર્થ અને તેના અણુ-પરમાણુની મૂળ રચનાની સમજમાંથી જ સમય અને અવકાશનાં રહસ્યો સમજી શકાશે. અણુ-પરમાણુની સૂક્ષ્મ દુનિયામાં ક્વૉન્ટમ થિયરીનું પણ એટલું જ મહત્ત્વ છે.
213
આ બધી વાતમાં સહુથી પાયાનો પ્રશ્ન એ છે કે જીવન એટલે શું ? સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું ? જડ પદાર્થ અને ચેતન વચ્ચે શું તફાવત છે ? માણસનું મન અને ચેતના તે શું છે ? મન, અંતઃકરણ અથવા જેને ‘માઇન્ડ’ કહીએ છીએ તેવું ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે તે કેવળ મગજના ન્યૂરોન કોષોની જ માયાજાળ છે ? આજનું વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન પણ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યું છે.
તાજેત૨માં ‘ગ્રાન્ડ ડિઝાઇન’ નામના પુસ્તકમાં સ્ટીફન હોકિંગ નામનો વૈજ્ઞાનિક કહે છે કે બ્રહ્માંડની રચના માટે ‘ઈશ્વર’ જેવી કોઈ ‘બાહ્ય શક્તિ’ કે એજન્સીની જરૂર નથી. વિશ્વ કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું તે સમજવા માટે ‘ઈશ્વર’ નામની ‘પરિકલ્પના’ની જરૂર નથી. એ તો વિજ્ઞાનના નિયમોની અનિવાર્ય નીપજ છે. તે વિજ્ઞાનના નિયમો પ્રમાણે સ્વયં-સર્જિત છે.
હકીકતમાં ઘણાખરા લોકો અણુ-પરમાણુના વિષયમાં આપણા પ્રાચીન વિદ્વાનોના હેરતજનક સંશોધન બાબતે પણ અજાણ છે. બ્રિટનના રસાયણશાસ્ત્રી હૉન ડાલ્ટને ૧૮૦૩માં અણુના બંધારણને લગતી સર્વપ્રથમ થિયરી રચી સાયન્સના ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો તેનાં હજારો વર્ષ અગાઉ ભારતીય તજ્ઞો અણુના માળખાકીય સ્વરૂપને પામી ચૂકેલા એ વાત પ્રાચીન ગ્રંથો દ્વારા સાબિત થાય છે.
એક સરખામણી કરી જોઈએ. ડાલ્ટને પોતાની atomic theory of matterમાં એમ જણાવ્યું કે (૧) દરેક પદાર્થ અણુનો (વૈકલ્પિક ગણાતા શબ્દ મુજબ ૫૨માણુનો) બનેલો છે. (૨) અણુનું સ્વતંત્ર અસ્તિત્વ છે તેમજ (૩) અણુનું વિભાજન કરવું શક્ય નથી.
હવે શ્રીમદ્ ભાગવતના ૩જા સ્કંધના ૧૧મા અધ્યાયનો પહેલો શ્લોક વાંચો : चरम सद्विशेषाणामनेकोडसंयुक्तः सदा । परमाणुः स विज्ञेयो नृणामैक्याभ्रमो यतः ॥
ભાવાર્થ : પૃથ્વી વગેરેનો જે સૂક્ષ્મતમ અંશ છે કે જેનું વિભાજન કરવું શક્ય નથી તથા જે કશું કાર્ય બજાવતો નથી અને જેનો અન્ય પરમાણુ જોડે સંયોગ પણ થયેલો નથી તેને પરમાણુ કહે છે. આ જાતના અનેક પરમાણુઓ ભેગા મળે ત્યારે મનુષ્યને ભ્રાંતિવશ તેમના સમુદાયરૂપી પદાર્થની પ્રતીતિ થાય છે. વૈશેષિક દર્શન અને પ્રાચીન ભારતીય તર્કશાસ્ત્રમાં પણ વિશ્વની ઉત્પત્તિ માટે કારણભૂત દ્રવ્યોનું વિશદ વર્ણન છે.
સ્વામી સહજાનંદે તેમના ‘વચનામૃત’ ગ્રંથમાં જણાવ્યું છે કે અણુની ભીતરમાં જ અંતરિક્ષ (મહદ્ અંશે ખાલીપો) છે, જેને અવકાશ કહે છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ના અરસામાં ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે જન્મેલા મહર્ષિ કણાદે અણુના યાને પરમાણુના વિશિષ્ટ ગુણધર્મોનો જે બારીક ચિતાર આપ્યો તેને તો પ્રસિદ્ધ યુરોપી તવારીખકાર ટી.એન. કોલબ્રૂકે વિજ્ઞાનજગતમાં અજોડ ગણાવ્યો. તેના શબ્દો છે ઃ 'Compared to the scientists of Europe, Kanad and other Indian scien