________________
જૈનદર્શન અને દ્રવ્યાનુયોગ
205 ૧. દ્રવ્યાનુયોગ લોકોને વિશે રહેલાં દ્રવ્યો, તેનું સ્વરૂપ, ગુણ, ધર્મ, હેતુ, સહેતુ પર્યાય આદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે દ્રવ્યાનુયોગ.
૨. ચરણાનુયોગ : દ્રવ્યાનુયોગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીને વર્ણન તે ચરણાનુયોગ,
૩. ગણિતાનુયોગ દ્રવ્યાનુયોગ તથા ચરણાનુયોગથી તેની ગણતરીનું પ્રમાણ તથા લોકને વિશે રહેલાં પદાર્થ, ભાવો, ક્ષેત્ર, કાળાદિની ગણતરીના પ્રમાણથી જે વાત તે ગણિતાનુયોગ.
૪. ધર્મકથાનુયોગ ઃ સપુરુષોનાં ધર્મચરિત્રની જે કથાઓ કે જેનો ધડો લઈ જીવને પડતાં અવલંબનકારી થઈ પરિણમે તે ધર્મકથાનુયોગ.
આ ઉપરાંત કરણાનુયોગમાં સિદ્ધાંતનો સમાવેશ થાય છે. જ્ઞાનીએ તેમાં અંતર્મુહૂર્ત આત્માનો અપ્રતિમ ઉપયોગ માન્યો છે.
શ્રીમદ્ રાજચંદ્રએ દ્રવ્યાનુયોગની મુક્ત કંઠે પ્રશંસા કરતાં શ્રી ધારશીભાઈના પત્રમાં તેની ગંભીરતા, તેની સૂક્ષ્મતા, તેનું યથાર્થ પરિણમવું, તેને માટેની યોગ્યતા તથા માહાસ્ય નીચે પ્રમાણે વર્ણવ્યાં છે.
‘દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે. શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગ પ્રાપ્ત થાય છે. સમાધિનું રહસ્ય એ જ છે, સર્વદુઃખથી મુક્ત થવાનો ઉપાય એ જ છે.”
દ્રવ્યાનુયોગ સંદર્ભે અન્ય ગ્રંથોની અપેક્ષાએ શ્રી નેમિચંદ્રસિદ્ધાન્તિદેવકૃત દ્રવ્યસંગ્રહ અને શ્રી કુંકુંદાચાર્યત પંચાસ્તિકાય’ મહત્ત્વના ગ્રંથો છે. દ્રવ્યની પરિભાષા અને પ્રકારઃ
દ્રવ્યના મુખ્ય બે પ્રકાર છે જીવ અને અજીવ. અજીવના પાંચ પ્રકાર છેઃ પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. તેને આ પ્રમાણે દર્શાવી શકાય.
દ્રવ્ય
જીવ
અજીવ
[
T
T
પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ કાળ શ્રીમદ્ રાજચંદ્રએ અતિ સંક્ષેપમાં દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ આ રીતે સમજાવ્યું. વિશ્વ અનાદિ છે. આકાશ સર્વવ્યાપક છે. તેમાં લોક રહ્યો છે.