________________
જૈનદર્શન અને દ્રવ્યાનુયોગ
જેના ત્રણે કાળમાં ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છ્વાસ એ ચાર પ્રાણ હોય છે, તે વ્યવહારતઃ જીવ છે, પરંતુ નિશ્ચય નયાનુસાર જેને જ્ઞાન અને દર્શનરૂપ ચેતના છે તે જીવ છે.
અહીં જીવ દ્રવ્યનો વિચાર નિશ્ચય અને વ્યવહાર બંને નય દ્વારા કરવામાં આવ્યો છે.
અજીવ દ્રવ્ય
अज्जीवो पुण णेओ पुग्गलधम्मो अधम्म आयांस । कालो पुग्गल मुत्तो रुवादिगुणो अमुत्ति सेसा दु ॥ १-१५॥
207
પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા કાળ એ પાંચ પ્રકારનાં અજીવ દ્રવ્યોમાં રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી યુક્ત હોવાને કારણે પુદ્ગલ મૂર્તિક છે અને અન્ય શેષ દ્રવ્યો અમૂર્તિક છે એમ જાણવું.
દ્રવ્યનું સામાન્ય સ્વરૂપ ઃ જગતની રચનાની વાસ્તવિકતા દર્શાવવા માટે સત્તા, સત્, તત્ત્વ, અર્થ, પદાર્થ વગેરે શબ્દોનો પણ દ્રવ્ય શબ્દના પર્યાય રૂપે કે સમાન્તરે ઉપયોગ થયો છે. ઉમાસ્વાતિ સત્ દ્વારા દ્રવ્યની વ્યાખ્યા કરે છે – સત્ દ્રવ્ય નક્ષમ્ । સત્ દ્રવ્યનું લક્ષણ છે, જૈન દૃષ્ટિએ આ દ્રવ્યોને અસ્તિત્વ છે સત્તા છે તેથી તેને ‘અસ્તિ’ કહેવામાં આવે છે. તેને અનેક પ્રદેશો હોવાથી તેને ‘કાય’ (અનેક પ્રદેશોનો સમૂહ) પણ કહેવામાં આવે છે. આમ, દ્રવ્ય તે ‘અસ્તિકાય’ છે. પ્રદેશ એટલે પુદ્ગલના એક અવિભાજ્ય પ્રરમાણુ દ્વારા રોકાયેલો હોય એવો અવકાશાદિકનો એક ભાગ. પુદ્ગલનો એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રોકે તે ‘પ્રદેશ’ કહેવાય છે. આ રીતે જે દ્રવ્યોમાં એક કે અસંખ્ય પ્રદેશ હોય છે તેને અસ્તિકાય કહેવાય છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને અનેક પ્રદેશો હોવાથી તે અસ્તિકાય છે, જ્યારે કાળને પ્રદેશ નહિ હોવાને કારણે તે અનસ્તિકાય છે.
જીવદ્રવ્યને વિસ્તૃત અને વિશદ રીતે વર્ણવીને આચાર્ય નેમિચંદ્રે અજીવને પણ સૂત્રાત્મક શૈલીમાં પ્રબોધ્યું છે.
પુદ્ગલ દ્રવ્યમાંથી સર્જિત કોઈ સમગ્ર વસ્તુઓના અખંડ સ્વરૂપમાં સ્કંધ છે. તેના અર્ધભાગને દેશ કહે છે. દેશના અર્ધભાગને પ્રદેશ અને તેના છેવટના અવિભાગી ભાગને પરમાણુ કહે છે. તેમાં રસ, વર્ણ, ગંધ અને સ્પર્શના ગુણ છે, પણ કોઈ એક સમયે તે એક જ પ્રકારના રસ કે વર્ણાદિથી યુક્ત હોય છે. પુદ્ગલના છ પ્રકાર છે અને તેનાથી ત્રણ લોક ઉત્પન્ન થાય છે.
ધર્મ અને અધર્મ દ્રવ્યની વિશેષતા પણ અહીં સમજાવી છે. લોક અને અલોકનો વિભાગ ધર્મ અને અધર્મને કારણે બને છે, માટે ધર્મ અને અધર્મ વિદ્યમાન છે, તેમનું અસ્તિત્વ છે. જીવ-પુદ્ગલના ગતિ અને સ્થિતિયુક્ત પદાર્થો પોતાના જ હેતુથી ગતિ કે સ્થિતિ કરે છે અને ધર્મ-અધર્મ તેમાં સહાયક કે આશ્રયરૂપ બને છે.
આ ષટ્ દ્રવ્યાત્મક લોકમાં બાકીનાં દ્રવ્યોને જે પૂરેપૂરો અવકાશ આપે છે, તે આકાશ છે, તે તેમને માટે વિશુદ્ધ ક્ષેત્રરૂપ છે. આકાશના લોકાકાશ અને અલોકાકાશ એવા બે ભાગ પડે છે. જીવ વગેરે દ્રવ્યો (આકાશ સિવાયનાં) લોકાકાશમાં અસ્તિત્વ ધરાવે છે. લોકથી ઉપરના ભાગમાં જેને અલોકાકાશ કહેવામાં આવે છે તે અંગત અને લોકથી અન્ય છે અને અનન્ય પણ છે. તેમાં ગતિ-સ્થિતિ હોતી નથી. તેથી સિદ્ધ ભગવંતો ઊર્ધ્વગમન કરીને લોકના અગ્ર ભાગે બિરાજે છે. ગતિ-સ્થિતિનો હેતુ આકાશ વિશે નથી. ધર્મ તથા અધર્મ જ ગતિ અને સ્થિતિના હેતુરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ સમાન