________________
208
નિરંજના શ્વેતકેતુ વોરા પરિમાણવાળાં હોવાને લીધે જ એક જ આકાશમાં અવગાહન કરીને સાથે રહેલાં હોવાને કારણે જ એકત્વવાળાં છે, પણ વ્યવહારમાં તેમના સ્વભાવધર્મ- ગતિeતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વ ભિન્ન ભિન્ન હોવાથી એકબીજાથી ભિન્ન પણ છે. તેમના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે.
દ્રવ્યના રૂપમાં જે પરિવર્તન થાય છે અને સમય જે ઘટિકાદિ રૂપે જણાય છે તે વ્યવહારકાળ છે, પણ તેના આધારભૂત દ્રવ્ય - જે સ્વયં ઉપાદાન રૂપે પરિણમતા પદાર્થોને પરિણમનક્રિયામાં “વર્તના રૂપે સહકારી થાય છે, તે નિશ્ચયકાળ છે. નિશ્ચયનય પ્રમાણે કાળ અણુરૂપ છે, રેતીના કણોની જેમ સ્વત્વ ગુમાવ્યા સિવાય તે સાથે રહી શકે છે. અન્ય દ્રવ્યોની જેમ કાળને અનેક પ્રદેશો નહિ હોવાથી તે “અનસ્તિકાય છે. તેને “અસ્તિકાય'ની સંજ્ઞા આપવામાં આવી નથી.
શ્રી કુંદકુંદાચાર્ય પંચાસ્તિકાય”માં “સતુમાં રહેલા જે સદૂભાવપર્યાયો છે – તેને જે દ્રવે છે તે દ્રવ્ય એવી પરિભાષા આપે છે. સદ્દભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે, તે “દ્રવ્ય છે. અથવા તો જે “સત્ લક્ષણવાળું છે, જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત છે અથવા જે ગુણપર્યાયોના આશ્રયરૂપી છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય' કહે છે. દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી, તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે. પંચાસ્તિકાયમાં દ્રવ્યના સ્વરૂપનું વિશદ વર્ણન મળે છે. તેની પરિભાષા આપતાં કહ્યું છે :
दवियदि गच्छदि ताई ताई सम्भावपज्जयाई जं ।।
दवियं तं भण्णंते अणण्णभूदं तु सत्तादो ॥ (१.९) । તે તે ભાવપર્યાયોને જે દ્રવે છે, પામે છે, તેને દ્રવ્ય કહે છે કે જે સત્તાથી ભિન્ન નથી.
અહીં સત્તા અને દ્રવ્ય અભિન્ન છે એમ જણાવ્યું છે. ઉપરોક્ત ગાથામાં સત્તાનાં જે લક્ષણો દર્શાવ્યાં છે, તે જ લક્ષણો દ્રવ્યનાં પણ છે. સત્તા અને દ્રવ્યની અભિન્નતા જણાવીને દ્રવ્યની પરિભાષા આપી છે: સદૂભાવપર્યાયોને અર્થાત્ સ્વભાવવિશેષોને જે દ્રવે છે, પામે છે, સામાન્ય સ્વરૂપે વ્યાપે છે તે દ્રવ્ય છે.
.. उप्पत्ती व विणासो दव्वस्स य णत्थि अस्थि सब्भावो ।
विगमुप्पादधुवत्तं करेंति तस्सेव पज्जाया ॥ (१.११) દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ નથી. સત્ સ્વભાવવાળું છે. તેના પર્યાયો જ વ્યય, ઉત્પત્તિ અને ધ્રુવતા કરે છે.
વ્યાર્થ પર્યાયાર્થિની અપેક્ષાથી દ્રવ્યના બે ભાગ પાડ્યા છે. શુદ્ધ નયની દૃષ્ટિએ સહવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોના સદ્ભાવનારૂપ અને ત્રણે કાળ ટકનારાં દ્રવ્યનો વિનાશ કે ઉત્પાદ શક્ય નથી, તે અનાદિ-અનંત છે. પણ તેના પર્યાયોમાં, સહવર્તી પર્યાયોમાં ધ્રૌવ્યના ગુણ સાથે વિનાશ અને ઉત્પાદ પણ સંભવે છે, તેથી તે વિનાશ અને ઉત્પાદથી યુક્ત છે, તેથી દ્રવ્ય દ્રવ્યાર્થિક દૃષ્ટિએ વિનાશરહિત, ઉત્પાદરહિત અને સત્ સ્વભાવવાળું છે અને તે જ પર્યાયાર્થિક કથનથી ઉત્પાદવાળું અને વિનાશવાળું છે. સપ્તભંગી
सियभंगी अस्थि णत्थि उहयं अव्वत्तव्वं पुणो य तत्तिदयं ।
ડ્યું નવું સત્તમં પ્રવેશવા સંમતિ . (૨-૧૪) આદેશ અનુસાર દ્રવ્ય ખરેખર સ્યાત્ અસ્તિ, સ્યાત્ નાસ્તિ, સ્યાત્ અસ્તિ-નાસ્તિ, સ્યાત્ અવક્તવ્ય અને વળી અવક્તવ્યતાયુક્ત ત્રણ ભંગવાળું એમ સાત ભંગવાળું છે.