________________
24
રશ્મિ ભેદા
જૈન યોગ અને પાતંજલ યોગ
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ એ જ યોગ છે. યોગ એ વિશિષ્ટ સાધનાપદ્ધતિ છે જેનો સંબંધ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાથે છે. આ સાધનાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરા જૈનોનાં આગમોમાં, બૌદ્ધોના પિટકોમાં તેમજ સાંખ્યદર્શનના યોગશાસ્ત્રમાં મળે છે. યોગ શબ્દ મૂળ ‘યુજ’ ધાતુ ૫૨થી આવ્યો છે. જેના બે અર્થ છે : એક જોડવું; સંયોજન કરવું અને બીજો અર્થ છે - સમાધિ, ચિત્તઃસ્થિરતા. ભારતીય યોગદર્શનમાં બંને અર્થમાં આ શબ્દનો ઉપયોગ થયો છે. જૈન પરંપરામાં ‘સંયોગ’ અર્થમાં સ્વીકૃત છે જ્યારે ‘પાતંજલ યોગસૂત્ર'માં ‘યોગ' શબ્દ સમાધિ, ચિત્તસ્થિરતા અર્થમાં લીધો છે.
પાતંજલ યોગદર્શન : આ યોગદર્શનનો પ્રાચીનતમ ગ્રંથ છે જે યોગનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ મનાય છે. પતંજલિ મુનિએ ઈ. સ. પૂર્વે ૨૦૦ની આસપાસ યોગસંબંધિત ધારણાઓને યોગસૂત્રમાં સંગૃહીત કરી છે. યોગશાસ્ત્ર ચિત્તના સ્વરૂપનું જ્ઞાન આપે છે અને ચિત્તને કેમ વિશુદ્ધ કે સ્થિર કરવું તેનું વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ, ચિત્તની શક્તિઓનો વિકાસ, ધ્યાન, એકાગ્રતા અને સમાધિની સાધના એ યોગશાસ્ત્રના મુખ્ય વિષયો છે. આ ગ્રંથનાં ચાર પ્રકરણ છે. પહેલું પ્રકરણ સમાધિપાદ છે જે ઉત્તમ અધિકારીઓ માટે છે. સૌપ્રથમ યોગનું લક્ષણ બતાવેલું છે
-
યોગનિશ્વિત્તવૃત્તિનિરોધઃ ||૧.૨|| પાતંજલ યોગસૂત્ર
અર્થ : ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવો અર્થાત્ ચિત્તની