________________
ઉપાધ્યાય યશોવિજયજી ઃ સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ
11
જેમ ગંગા(નદીઓ)ની ધારાઓ સાગરમાં જઈને પડે છે તેમ ભિન્ન ભિન્ન આગમોથી દર્શાવાયેલા, સિદ્ધિના કારણરૂપ માર્ગો તમારામાં આવીને મળે છે. આવો જ ભાવ શ્રીશિવમહિમ્નસ્તોત્રમાં પુષ્પદંત વ્યક્ત કરે છે –
त्रयी सांख्यं योग: पशुपतिमतं वैष्णवमिति प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।४२ ત્રણે વેદ, સાંખ્ય, યોગ, પાશુપત, વૈષ્ણવ એવા જુદા જુદા માર્ગો હોવાથી આ ઉત્તમ, આ હિતકારક એમ રુચિની વિચિત્રતાને કારણે, સરળ, કુટિલ એવા અનેક માર્ગે ચાલનારા મનુષ્યો માટે જળના પ્રવાહો માટે સમુદ્રની જેમ આપ જ એકમાત્ર પ્રાપ્ત કરવા યોગ્ય છો.
આમ સમગ્ર ભારતીય ચિંતનધારાને આ મહામનીષીએ આત્મસાત્ કરીને ઉપદેશાત્મક કવિતામાં ઢાળી છે. આ તેમની વિશેષતા છે. સાચા અને આંડબરી સાધુનો ભેદ પાડતાં ઉપાધ્યાય યશોવિજયજી જણાવે છે કે –
भस्मना केशलोचेन वपुघृतमलेन वा ।
__ महान्तं बाह्यदृक् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ।।५३ ભસ્મ ચોળવી, કેશલોચ કરવો કે શરીરે ઘી ચોળવું આવી બાહ્ય વસ્તુઓથી આ સાધુ છે એવું બાહ્ય દષ્ટિવાળા જુએ છે પણ તત્ત્વને જાણનારો તો એના ચિત્ત-સામ્રાજ્યથી એણે એનું ચિત્ત-મન જીતીને સામ્રાજય સ્થાપ્યું તે ઉપરથી સાધુને સમજે છે. અહીં ઉત્તરાધ્યયન સૂત્ર યાદ આવી જાય છે કે –
न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुनि रण्णवासेन कुसचीरेण तावसो ।। समणाए समणो होई बंभचेरेण बंभणो
नाणेन मुनि होई तवसा होई तावसो ।।४४ યુક્તિપૂર્ણ કાવ્યરચના અને તેમાંય ઉત્તમોત્તમ ઉપદેશ એ ગમી જાય તેવી વાત છે. મોહત્યાગાષ્ટકમાં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે -
अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्धकृत् ।
अयमेव हि नपूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् ।१५ હું અને મારું આ મોહનો મંત્ર જગતને આંધળું બનાવનારો છે. એ જ જો નકાર પૂર્વવાળો પ્રતિમંત્ર બને એટલે એની પહેલાં ન મૂકીને તેને ઊલટો મંત્ર બનાવીએ તો એ મોહને જીતી લે છે. અદમ્ આગળ ન મૂકીએ તો નાદ– હું નહીં એટલે અહંકાર નહીં અને મમ આગળ ન મૂકીએ તો ન મમ - મારું (આ જગતમાં) કોઈ નથી. આમ અહંતા અને મમતાનો ત્યાગ થાય એટલે મોહને જીતી લેવાય, કહો, છે ને સરસ કવિતા !
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સર્વધર્મસદ્ભાવનું પ્રતીક હતા. તેઓએ મહાવીર અને સોમનાથના શિવને એકસાથે વર્ણવતી સ્તુતિ પણ કરી છે. એક સ્થળે ભગવાન મહાવીરને ઉદેશી