________________
186
ગૌતમ પટેલ
પ્રધાન ગ્રંથ હોવા ઉપરાંત આમાં એક અવનવી વિશેષતા એ છે કે આ “જ્ઞાનસાર' ગ્રંથ સુકાવ્યાત્મક પણ છે. સરખામણી કરવી હોય તો કહી શકાય કે હિન્દુ ધર્મનાં અઢાર પુરાણોમાં શ્રીમદ્ ભાગવત પુરાણ સહુથી વધુ લોકપ્રિય છે તેનું કારણ તેની કાવ્યાત્મકતા છે. એવું જ જ્ઞાનસારનું સમજવું - ઉપમા કાલિદાસની જેમ આના સર્જકને મન સહજ છે અને એ ઉપમા જીવનમાંથી જડેલી હોવાથી સદ્ય હૃદયસ્પર્શી બની જાય છે. આનાં ઉદાહરણો વાચકોને દીવો લઈને શોધવાં પડે તેમ નથી. પ્રત્યેક અષ્ટકમાં ક્યાંક તો ઉપમા છે. આવી જ સ્થિતિ રૂપક અને તેમાંય પરંપરિતરૂપક કે સાંગરૂપક પણ અનેક છે. અતિશયોક્તિ, વિરોધાભાસ, વ્યતિરેક, કારણમાલા જેવા અલંકારો પણ અત્ર-તત્ર વિરાજે છે. ઉપમાદિ અલંકારોથી આ ગ્રંથની કવિતા સદાય સોહાય છે. વિષય જૈનદર્શનનો છે જેમાં કર્મની સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચા, નયતત્ત્વોનું વિવેચન, ચાર અનુયોગ, સપ્તભંગીનય, એકાન્તવાદનું સ્થાપન, સ્યાદ્વાદની વિશેષતા, અહિંસાની મીમાંસા, તપની અનિવાર્યતા, યોગની સાધના, અણુવ્રત-મહાવ્રતની વિસ્તૃત વાત અને આ સહુમાં એક તરફ શાસ્ત્રાત્મકતા તો બીજી તરફ વૈજ્ઞાનિકતાનો પડકારી ન શકાય તેવો સમન્વય એ આ ગ્રંથની ઊડીને આંખે બાઝે તેવી વિશેષતા છે. મૂળમાં મહાવીર ભગવાનનો સંદેશ છે અને સર અકબર હૈદરી કહે છે - મહાવીર વા સર્વેશ મારે મેં વિશ્વબંધુત્વ શ શંદ્યના નતા ૐ | - આ વિધાન સાથે સહજ સહમત થઈ શકાય તેમ છે.
કોઈ પણ ગ્રંથની વિશ્વવ્યાપી લોકપ્રિયતામાં એના લેખકનો અભિગમ ઘણો મોટો ભાગ ભજવે છે. ઉપાધ્યાય યશોવિજયજી લખે છે –
स्वागमं रागमात्रेण द्वेषमात्रात् परागमम् ।
न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।।६।। પોતાના આગમગ્રંથ પ્રત્યે રાગથી એનો આશ્રય અને અન્યના આગમ-ધર્મગ્રંથ પ્રત્યે દ્વેષથી એને ત્યજી દેવાનું અમે કરતા નથી. અમે કેવળ મધ્યસ્થની સૃષ્ટિ જ અપનાવી છે. અહીં મહાકવિ કાલિદાસ યાદ આવી જાય છે, જે કહે છે -
पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम् ।
सन्तः परीक्ष्यान्यतरद् भजन्ते मूढः पर प्रत्ययनेयबुद्धिः ।।" આ વાત પણ નોંધવી રહી કે ઉપર્યુક્ત શ્લોકની સ્વોપ ટીકામાં ઉપાધ્યાય યશોવિજયજી એક શ્લોક ઉદ્ધત કરે છે
न शुद्ध्यैव त्वयि पक्षपातो न द्वेषमात्रादरुचिः परेषु ।
यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीरप्रभुमाश्रिताः स्मः ।। આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ પણ આવો જ અભિગમ ધરાવે છે. તેઓ કહે છે -
पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु ।
युक्तिमदवचनं यस्य तस्य कार्य: परिग्रहः ।।१९ આ છે સમત્વ, સમતા અને ભગવદ્ગીતા સર્વ રોગ તે એવો ઉદ્ઘોષ કરે છે. આવી સમતાની ભાવના જૈન ધર્મનો પ્રાણ છે અને ઉપાધ્યાય યશોવિજયમાં પ્રત્યેક પ્રકરણે એ ઉચ્છવાસ લેતો જણાય છે. ઉપાધ્યાય યશોવિજયજીની સમત્વ દૃષ્ટિ માધ્યચ્યવૃત્તિનો આશ્રય લેતી દષ્ટિના પરિણામે એમની આ કૃતિમાં હિન્દુ ધર્મનાં ઉપનિષદો, ભગવદ્ગીતા, મનુસ્મૃતિ,