________________
ઉપાધ્યાય યશોવિજયજી : સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ
185
निर्विकारं निराबाध्यं ज्ञानसारमुपेयुषाम् ।
विनिवृत्तपराशानां मोक्षोऽत्रैव महात्मनाम् ।।२ અહીં જ્ઞાનસાર શબ્દના બે અર્થ છે – (૧) જ્ઞાનનો સાર જે નિર્વિકાર અને નિરાબાધ્યા છે. (૨) જ્ઞાનસાર નામનો ગ્રંથ જેમાં કોઈ વિકાર નથી અને એમાં પ્રતિપાદિત સિદ્ધાંતોનો બાધ શક્ય નથી. આ ગ્રંથના અધ્યયનનો લાભ છે.
चित्तमाद्रीकृतं ज्ञानसारसारस्वतोर्मिभिः
नाप्नोति तीव्रमोहाग्निप्लोषशोषकदर्थताम ।।३ જ્ઞાનસારરૂપી સરસ્વતી(અથવા જ્ઞાનસાર ગ્રંથમાં અભિવ્યક્ત સરસ્વતી એટલે જ્ઞાન)રૂપી તરંગોથી આÁ થયેલું ચિત્ત તીવ્ર મોહાગ્નિના દાહના શોષથી પીડાતું નથી.
કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ એકથી વધુ રૂપક અલંકારો આ શ્લોકમાં છે. હવે પછી અનેક અલંકારયુક્ત વિચારપ્રધાન શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલો શ્લોક જાણવા-માણવા અને આચરવા જેવો છે.
केषांचिद्विषयज्वरातुरमहो चित्तं परेषां विषा... वेगोदर्ककुतर्कमूछितमथान्येषां कुवैराग्यतः ।
लग्नालर्कमबोधकूपपतितं चास्ते परेषामपि
स्तोकानां तु विकारभाररहितं तज्ज्ञानसाराश्रितम् ।।४ કેટલાકનું મન વિષયરૂપી તાવથી પીડિત છે, બીજાનું વિષના આવેગના પરિણામરૂપ કુતર્કથી મૂચ્છિત છે. અન્યનું કુવૈરાગ્યથી લાગેલા હડકવા જેવું છે. અન્યનું મન અજ્ઞાનના કૂવામાં પડેલું છે પણ બહુ જ થોડાનું વિકારના ભારથી રહિત એવું ચિત્ત જ્ઞાનના સારનો આશ્રય કરીને રહ્યું છે. ભાગ્યે જ ઉમેરવાની જરૂર છે કે જ્ઞાનસારના કર્તા યશોવિજયજી . ઉપાધ્યાયનું ચિત્ત જ્ઞાનસારનો સાચા અર્થમાં આશ્રય કરતું હોવાથી આ જ્ઞાનસાર જેવો જ્ઞાનસાર નામનો ગ્રંથ સમાજને પ્રાપ્ત થયો છે. - આ મહનીય ગ્રંથના કર્તાનો દાવો તો એવો છે કે સાધુઓની અચિન્ય જ્ઞાનસાગર નિષ્ઠાથી જીવનમાં ક્યારેય અધઃપતન શકય નથી. જુઓ :
अचिन्त्या काऽपि साधूनां ज्ञानसारगरिष्ठता ।
गतिर्ययोर्ध्वमेव स्याद् अधःपात: कदापि न ।।५ કોઈ પણ ઉપદેશાત્મક ગ્રંથ આવો દાવો કરી શકે. પણ કયારે ? પૂજય આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંત મોરારિ બાપુનું મંતવ્ય છે કે ઉપદેશ નીચે પ્રમાણેના ગુણો ધરાવતો હોય.
૧. શાસ્ત્રાત્મક, ૨. સ્નેહાત્મક, ૩. સત્યાત્મક, ૪. સૂત્રાત્મક, ૫. સખ્યાત્મક, ૬. સર્વાત્મક, ૭. સંવાદાત્મક, ૮. સમીક્ષાત્મક, ૯. સર્વેશાત્મક, ૧૦. સરલાત્મક, ૧૧. સમન્વયાત્મક, ૧૨. સૂક્ષ્મક્ષિકાત્મક. - જો આ એક પછી એક મુદ્દાઓ લઈને વિવેચન કરીએ તો ઉપાધ્યાય યશોવિજયજીનો ગ્રંથ એક પણ બાબતમાં ઊણો ઊતરે તેમ નથી. તેથી તેની સર્વગ્રાહી પ્રતિષ્ઠા છે. ઉપદેશ